તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

જિલ્લાનાવિવિધ ગૂનાનો ભેદ ઉકેલવામાં પાવરધી મીરાનો હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરીના આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સિંહફાળો રહ્યો છે.

બનાસકાંઠા પોલીસમાં ડોબરમેન મીરા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. જેના ડોગ હેન્ડલર હેડકોન્સ્ટેબલ સુરેશકુમાર ઇશ્વરભાઇ સોલંકી છે. જેઓ ડોગ સ્કવોર્ડમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવે છે. મીરાએ ત્રણ વર્ષના સમયગાળામાં હત્યાના-2, લૂંટનો-1 અને ઘરફોડ ચોરીના-3 આમ કુલ ઉપરાંતના ગૂનાઓ ડિટેક્ટ કર્યા છે. તેમજ અન્ય ગૂનાઓમાં માર્ગદર્શન પણ આપેલ છે. મીરા સૂઇગામના નડાબેટમાં યોજાયેલ ડોગ શો માં પણ છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ નંબરે આવે છે. તેમજ ડિસેમ્બર-2016માં મૈસુર (કર્ણાટક) ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ડ્યુટી મીટમાં પણ ભાગ લીધો હતો. આમ મીરાની કામગીરીથી પોલીસબેડામાં આનંદ જોવા મળે છે.

મીરાને સવારે મેદાનમાં ફેરવ્યા બાદ પ્રેકટીસ અપાય છે. ત્યારબાદ સવારે 10 વાગે સાફસફાઇ થાય છે. 10-30 વાગે જમાવામાં 1 લીટર દૂધ અને 250 ગ્રામ રોટલી જ્યારે સાંજે સારીક્વોલિટીના ડોગ માટેના બિસ્કીટ તેમજ બે બોઇલ ઇંડા તેની સાથે શાકભાજી મિક્ષ કરીને અપાય છે.

ગૂનાઓ ડિટેક્ટ કર્યા

1.9સપ્ટેમ્બર-2016માં ડીસાના નવા ગામે 10 વર્ષના છોકરાનું અપહરણ બાદ મર્ડર કરાયું હતું તે મર્ડરનો ગૂનો ડિટેક્ટ કર્યો.

2.2015માં થરાદના ધેસડામાં ઘરમાં લૂંટ થઇ હતી તે લૂંટનો ગૂનો ડિટેક્ટ કર્યો હતો.

3.અગાઉ ભાભરમાં ઉંડાઇ ગામમાં ઘરફોડ તેમજ અમીરગઢના આવલમાં ઘરફોડ સહિતના ગૂનાઓ ડિટેક્ટ કર્યા છે.

હત્યાના-2, લૂંટનો-1 અને ચોરીના-3 ગૂના ડીટેક્ટ કર્યા નડાબેટમાં ડોગ શો માં 2 વર્ષથી પ્રથમ નંબરે આવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો