તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • થેલેસેમિયાગ્રસ્ત દીકરીની સારવાર માટે ગાંધીધામથી પાલનપુર આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થેલેસેમિયાગ્રસ્ત દીકરીની સારવાર માટે ગાંધીધામથી પાલનપુર આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તબીબની પુત્રીના રક્તકણોથી પુત્રનું ઓપરેશનના સમાચાર પ્રસિદ્ધ થયા હતા

પાલનપુરનાતબીબે પોતાની પુત્રીના રક્તકણોથી પુત્રના થેલેસેમિયાનું ઓપરેશન કરાવ્યું હતું. અંગેનો દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ગાંધીધામથી એક ગૃહસ્થ પોતાની થેલેસેમિયાગ્રસ્ત પુત્રીને સારવાર માટે પાલનપુર લઇ આવ્યા હતા. જેમને અર્બન હેલ્થ સેન્ટરના તબીબે જાણકારી આપી હતી.

ગાંધીધામ નજીકના ડીડાણા ગામના રામજીભાઇ મહેશ્વરી તેમની થેલેસેમિયાગ્રસ્ત પુત્રીને લઇ પાલનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં આવ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતુ કે, પરિવારમાં 15 વર્ષનો પુત્ર અને 11 વર્ષની દીકરી ભૂમિકા છે. દીકરી થેલેસેમિયાથી પીડાઇ રહી હોવાથી દર 15 દિવસે લોહી ચઢાવવું પડે છે. ઘણી વખત શરીરે સોજા આવી જવાથી આંખો પણ બંધ થઇ જતી હોવાથી મુશ્કેલીઓ પડે છે. અત્યાર સુધીમાં 80 હજારથી વધુનો ખર્ચ કર્યો છે. દરમિયાન 6 માર્ચના રોજ દિવ્ય ભાસ્કરમાં પાલનપુરના તબીબના પુત્રના સફળ ઓપરેશનનો અહેવાલ વડાલી રહેતા મારા બનેવી વસંતભાઇ મહેશ્વરીએ વાંચ્યો હતો. જેની મને વાત કરતાં અમે પાલનપુર ખાતે આવ્યા છીએ.

જ્યાં અર્બન હેલ્થના ડો.મહેન્દ્રભાઇ જોષીએ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંગે માહિતી આપતાં હવે અમે ઓપરેશન કરાવી પુત્રીને નવજીવન આપીશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો