તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ કરવા છતા સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરકોટવાળી શેરીમાં છેલ્લા કેટલાક સમયથી નીક ઉભરાય છે.જેના કારણે ગંદુ પાણી રસ્તા ઉપર રેલાય છે.નગરપાલિકા દ્વારા નીકોની સફાઇ કરવામાં આવે છે.પરંતુ કાયમી સમસ્યાનો ઉકેલ લવાતો નથી.

પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી કોટવાળી શેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી નીકોમાં કચરો ફસાઇ ગયો હોવાથી ગંદુ પાણી નીકો ઉપરથી ઉભરાય રોડ ઉપર આવે છે. જેના કારણે સ્થાનિક રહીશોને ચાલવુ મુશ્કેલ બને છે. અંગે સ્થાનિક રહિશોએ જણાવ્યું હતુ કે નગરપાલિકાના સફાઇ કામદારો દ્વારા નીકોની સફાઇ કરવામાં આવે છે.પરંતુ સફાઇ કર્યાના બે કલાક બાદ જૈસે થેની સ્થિતી સર્જાય છે.જેના કારણે રોગચાળો ફાટી નિકળવાની દહેશત રહેલી છે. તો નગરપાલિકા દ્વારા સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે.

કોટવાળી શેરીમાં નીક ઉભરાતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો