• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અંબાજી નજીક કુંભારીયા ગામ ની સીમમાં સરકારી રેવન્યુ સર્વે

અંબાજી નજીક કુંભારીયા ગામ ની સીમમાં સરકારી રેવન્યુ સર્વે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજી નજીક કુંભારીયા ગામ ની સીમમાં સરકારી રેવન્યુ સર્વે નંબર-116 અને 117 હાઇવે અડીને આવેલ જમીન, 129 કૈલાસ ટેકરી પાસે આવેલી જમીન 191 જોડ વિસ્તાર અને 62 નંબર જે કોટેશ્વરની સીમમાં આવેલ છે. ત્યાં કેટલાંક જમીન માફીયાઓ ને કબાડીઓ દ્વારા મોટા પાયે બીન અધિકૃત દબાણો કરી જમીનોનું પ્લોટીંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેનાં પગલે પ્રાંત અધિકારીને થયેલી ફરિયાદ મામલે તપાસ નો દોર શરૂ કરાયો છે.

અંબાજી જમીન કૌભાંડનો પર્દાફાશ થયાં બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ વધુ નાયબ કલેકટર કક્ષાનાં બે અધિકારીઓને આ જમીન મામલે તપાસ અર્થે મુકાયા છે. કુંભારીયા ગ્રામ પંચાયત તાબાનાં ચાર થી પાંચ જેટલાં સરકારી રેવન્યુ સર્વે નંબરની જમીનોમાં જમીન માફીયાઓ દ્વારા જમીનોની લે-વેચ કરી સરકારને નુકશાન કરવાનું કામ હાથ ધર્યું છે. ત્યારે દાંતા અને પાલનપુરનાં સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અધીકારીઓને આ જમીનનું બીન અધિકૃત વેચાણ મામલે તપાસનો દોર વધુ તેજ કરાયો છે. એટલુંજ નહીં આ તપાસને લઇ કુંભારીયા ગ્રામ પંચાયતનાં કેટલાંક દસ્તાવેજો પણ કબજે લેવાયા છે. પંચાયતની કચેરી ને પણ તાળા મારી તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે. હાલ માં રેવન્યુ સર્વે નંબર 191 ની જમીન ઉપર બનેલાં મકાનો મામલે નાયબ મામલતદારો ની 10 જેટલી ટીમો બનાવી પંચ નામું કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

એક બિલ્ડર દ્વારા પોતાની કરોડો રૂપીયાનાં બિલ્ડીંગમાં જવા માટેનાં મહત્વનો સર્વે નંબર 116 અને 117 માં ગેરકાયદે લાંબો ને પાકો માર્ગ બનાવી મોટી છેતરપીંડી થઇ રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે જે બાબતે કોઇ જ કાર્યવાહી જોવા મળતી નથી. ને સર્વે નંબર 129 માં પણ થયેલાં જમીન વેચાણ મામલે કોઇ હાલ તબક્કાની કાર્યવાહી ન થતાં કેટલાંક લોકોમાં રોષની લાંગણી જોવા મળી રહી છે.

શનિવારે વિવાદાસ્પદ સ્થળે અધિકારીઓએ ગરીબોના ઝુંપડાઓ મામલે આધાર-પુરાવા તપાસ્યા હતા.આ મામલે દાંતા-પાલનપુર પ્રાન્ત અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે કઇ પણ કહેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...