• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સુંઢા દૂધ મંડળીમાં શુક્રવારે મંડળીનાં વાઇસ ચેરમેન અને મંડળીના

સુંઢા દૂધ મંડળીમાં શુક્રવારે મંડળીનાં વાઇસ ચેરમેન અને મંડળીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુંઢા દૂધ મંડળીમાં શુક્રવારે મંડળીનાં વાઇસ ચેરમેન અને મંડળીના પૂર્વ મંત્રીના પત્ની વચ્ચે ખાતામાંથી પૈસા કાપી નાખવા બાબતે સર્જાયેલા ઝગડામાં મારામારી સર્જાઇ હતી. જેમાં ચેરમેન તેમજ મંડળીના પૂર્વ મંત્રીના પત્નીએ સામ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે પાંચ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના સુંઢા ખાતે આવેલી દૂધ મંડળી છેલ્લાં એક વર્ષથી વિવાદોમાં સપડાયેલી છે.જયાં અગાઉ થયેલ બનાસડેરીના વિસ્તરણ અધિકારીનાં ઓડીટમાં પણ 19 હજાર રકમ ઓડીટ માં ભુલ નીકળી હતી. જે તે સમયે મંડળીના મંત્રી, કલાર્ક તેમજ ટેસ્ટરને જવાબદારી ગણીને તેમના ખાતામાંથી કાપવો તેવો સાધારણ સભામાં નિણૅય લેવાયો હતો. જેમાં મંત્રી તેમજ કલાર્કએ દિવસે સ્વૈચ્છીક રાજીનામા આપ્યા હતાં.જે બાકી નિકળતાં પૈસા દૂધ મંડળીએ શુક્રવારે મંત્રીના પત્નીના ખાતામાંથી કાપી નાંખતા ચાલુ વાઈસ ચેરમેન તેમજ માજી મંત્રીના પત્નીએ વચ્ચે હંગામો થતાં સામસામે પાંચ શખ્સો વિરુધ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...