રાત્રે તોપ ફૂટતી અને દરવાજા બંધ થતા

નવાબોનીનગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરમાં આવવા માટે અગાઉ સાત દરવાજા હતા. અલગ-અલગ દિશા તરફ જવા માટે મુકાયેલા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2015, 04:05 AM
રાત્રે તોપ ફૂટતી અને દરવાજા બંધ થતા
નવાબોનીનગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરમાં આવવા માટે અગાઉ સાત દરવાજા હતા. અલગ-અલગ દિશા તરફ જવા માટે મુકાયેલા દરવાજા રાત્રે બાર વાગે તોપ ફોડી બંધ કરી દેવાતા અને સવારે પાંચ વાગે ખોલવામાં આવતા હતા. સાત દરવાજાને પાલનપુરના ગૃહસ્થે પોતાની કલાથી પેઇન્ટીંગ કરી તેમના ચિત્રો બનાવ્યા છે.

પાલનપુરમાં નવાબોનું રાજ હતું. પડોશી રજવાડાઓના હૂમલાથી બચવા ઇ.સ. 1760 ના ગાળામાં દિવાન બહાદુરખાને શહેરના રક્ષણ અર્થે કોટ જેવો કિલ્લો અને સાત દરવાજા બંધાવેલા હતા. જેમાં દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, વિરબાઇ દરવાજો, મીરાં દરવાજો (હયાત), સલેમપુરા દરવાજો, કમાલપુરા દરવાજો અને નવા દરવાજા (સદરપુર દરવાજા) નો સમાવેશ થાય છે. દરવાજાઓ રાત્રે 12 વાગે તોપ ફોડી બંધ કરવામાં આવતા હતા અને સવારે પાંચ વાગે ખોલવામાં આવતા હતા. ત્યારે રાત્રે 12 થી સવારે પાંચ વાગ્યા દરમિયાન કોઇ બહારથી આવે અને દરવાજો ખખડાવી ‘રૈયત’ શબ્દ બોલે ત્યારે ચોકીદાર દ્વારા દરવાજો ખોલવામાં આવતો હતો. આમ નવાબોના સમયમાં રીતે જનજીવન ચાલતું હતું.

અંગે દરવાજાનું ચિત્ર બનાવનારા પાલનપુરના ગૃહસ્થ રમેશચંદ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ‘મેં મારા સમયમાં સાતે દરવાજા જોયેલા હતા. તેથી દરવાજાના ચિત્રો મેં કંડાર્યા છે.’

X
રાત્રે તોપ ફૂટતી અને દરવાજા બંધ થતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App