તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં સ્માર્ટકાર્ડ કાઢતા સંચાલકોની સામે તપાસ શરૂ

પાલનપુરમાં સ્માર્ટકાર્ડ કાઢતા સંચાલકોની સામે તપાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરવ્હાઇટહાઉસમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના નામે સ્માર્ટકાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેતરપીંડી આચરાતી હોવાની જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી. દરમિયાન વડગામ પંથકમાં કામગીરી માટે નાણાં ઉઘરાવતાં બે શખસો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટના સંચાલકને પણ નોટિસ આપી ઓફિસ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

પાલનપુર ખાતે વ્હાઇટ હાઉસમાં આવેલા નવજીવન ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના ડિઝિટલ ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત નેશનલ પોપ્યુલેશન રજીસ્ટ્રેશન કાર્ડ માટે 2500 યુવકોની ભરતી કરી તેમની પાસેથી રૂપિયા 100 રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવામાં આવી હતી. જોકે, કાંકરેજના યુવકોએ અંગે જિલ્લા કલેકટર જેનુ દેવનને રજૂઆત કરી છેતરપીંડી આચરવામાં આવતી હોવાના આક્ષેપો કરતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અંગે પાલનપુર પ્રાંત અધિકારી જે. બી. દેસાઇએ જણાવ્યુ હતુ કે, વડગામના પેપોળ ગામે નેશનલ પોપ્યુલેશન કાર્ડ (એનપીઆર ) માટે રૂપિયા 30 ઉઘરાવી પાવતી આપતાં ખેરાલુ તાલુકાના વિઠોડાના રાણા અર્જુનસિંહ મનુજી અને રાણા વનરાજસિંહ ગાંડાજીની પુછતાછ હાથ ધરવામાં આવી છે. જેમના જણાવ્યા મુજબ ભાભરનો સુરેશ બી. ચૌધરી તેમને રૂપિયા 10,000 માસિક પગાર આપી કાર્ય કરાવે છે. જેથી જિલ્લા કલેટકર દ્વારા ઓફિસ બંધ રાખવા માટે નોટિસ આપવામાં આવી છે.અને અંગેના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...