તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પોલીસને પણ ગાળો ભાંડનારા વાહન ચાલક સામે કાર્યવાહી

પોલીસને પણ ગાળો ભાંડનારા વાહન ચાલક સામે કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાણોદરનજીક પુરઝડપે વાહન ચલાવી જતા ચાલકને પોલીસે રોકતાં પોલીસને બિભત્સ શબ્દો ભાંડી ફરજમાં રૂકાવટ કરનારા શખસ સામે ફરિયાદ નોંધાઈ હતી.

પાલનપુર તાલુકા પોલીસમથકની ટીમ મંગળવારે કાણોદર નજીક હતી ત્યારે પુરઝડપે પસાર થતી ઇકો ગાડી નં. જી.જે. 08. બીબી 6116ને ઉભી રખાવતા તેનો ચાલક ડીસાનો નિકુંજ રમેશભાઇ નાયક (ભોજક) ઉશ્કેરાઇ ગયો હતો અને જાહેરમાં પોલીસ ને બિભત્સ શબ્દો ઉચ્ચારી ફરજમાં રૂકાવટ કરી હતી. અંગે કોન્સ્ટેબલ વિનોદભાઇએ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ જે. એચ. સિંઘવ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...