• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરની જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઊજવણી

પાલનપુરની જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરનીજ્ઞાનજ્યોત પ્રા.શાળા અને રતનબા કુંવરબા બાલમંદિરમાં શુક્રવારે આચાર્ય સનાતનભાઇ જોષીના માર્ગદર્શન અને સિનિયર શિક્ષિકા નયનાબેન પંચાલના આયોજન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાની બાળાઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવ્યું હતું. કાર્યક્રમમાં ઉર્વશીબેન પંચાલે રક્ષાબંધન પર્વ વિશે વિશેષ માહિતી આપી હતી. કાર્યક્રમમાં રાખડી બનાવવાની સ્પર્ધા તેમજ ચિત્ર દોરવાની સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના શર્મિષ્ઠાબન કર્ણાવતે અને આભાર વિધિ સતિષભાઇએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...