પાલનપુરમાંથી જુગાર રમતા સાત શખસો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપોલીસને બાતમી મળી હતી કે પારપડા રોડ સામે આવેલા બાવરી ડેરા જવાના માર્ગ ઉપર આવેલા કેબીનની આડશમાં જુગાર રમાઇ રહ્યો છે.જેથી ઇચાર્જ પીઆઇ એ.ટી.પંચોલીની સુચનાથી પીએસઆઇ કે.ડી.બ્રહ્મભટ્ટે સ્ટાફના એએસઆઇ સુમેરસિંહ, કાન્તીભાઇ,અબ્દુલભાઇ, રણજીત સિંહ, મુકેશભાઇ, દિલીપસિંહ સહિતના સ્ટાફે મંગળવારે રાત્રે છાપો મારી સાત શખસોને ઝડપી તેમની પાસેથી રોકડ,જુગારના સાહિત્ય, મોટર સાયકલ,મોબાઇક કિંમત રૂ. 1.37,670 નો મુદ્દામાલ કબજે કરી સાત શખસો સામે ફરિયાદ નોંધી હતી.

પાલનપુર પશ્ચિમ પોલીસે મંંગળવારે રાત્રે બાવરીડેરા જવાના માર્ગ ઉપર જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા.તસવીર-અંંકિત વ્યાસ

ઝડપાયેલા શખસો

1.રણજીતચંદુજી ઠાકોર (રહે.પાલનપુર, ઢુંઢીયાવાડી, ઠાકોરવાસ,પાલનપુર)

2.ફીરોજ મોહમદભાઇ સિપાઇ (રહે.અલીગંજ ટેકરા, પાલનપુર)

3.ભરત માંગીલાલ વૈષ્ણવ(રહે.નવા આરટીઓ સામે સત્યમ સોસાયટી મકાન નં.91 પાલનપુર)

4.સુનિલ લટુરસિંહ પાલ(રહે.ઢુંઢીયાવાડી, મોદી ભવન પાસે પાલનપુર)

5.રાજન દેવશીભાઇ દંતાણી (રહે.સરસ્વતી સ્કુલ પાછળ પાલનપુર)

6.જીતુ શાંતીલાલ ઠાકોર(રહે.સુખબાગ રોડ,અલીગંજ ટેકરા ઉપર પાલનપુર)

7.હરિન્દર ભોલારામ રાજપૂત(રહે.પારપડા રોડ લક્ષ્મી સીમેન્ટની ફેકટરમાં પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...