• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ઉત્તરગુજરાતમાં સ્વાઇનફલુએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે.જેને લઈ તંત્રમાં

ઉત્તરગુજરાતમાં સ્વાઇનફલુએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે.જેને લઈ તંત્રમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરગુજરાતમાં સ્વાઇનફલુએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે.જેને લઈ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પ્રાંતિજના 7 વર્ષીય બાળકને પણ સ્વાઇનફલુના લક્ષણો જણાયા બાદ સમયસર સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ બાળકની તબીયત રીકવર થઇ રહી હોવાનુ આરોગ્ય તંત્ર દ્વારા જણાવાઇ રહ્યુ છે. જ્યારે મહેસાણા સિવિલ ટ્રોમા સેન્ટરમાં બે શંકાસ્પદ સ્વાઇન ફ્લુના દર્દીઓ જણાતાં લાળના નમૂના લેવાયા હતા. તો પાટણના કમાલીવાડામાં મહિલા જ્યારે સમોડામાં એક યુવકને સ્વાઇન ફ્લુ પોઝિટીવ આવ્યો હતો. પાલનપુર સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં 2 શંકાસ્પદ સ્વાઈન ફલૂ દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે. જે શંકાસ્પદ દર્દીઓ છે તેમાં 3 પુરુસ 2 સ્ત્રી અને 1 બાળકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...