તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાંથી સગીરાનું અપહરણ કરનાર શખસ ઝડપાઈ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરસદરપુર રોડ ઉપર રહેતા એક પરિવારની સગીરાને મફતપુરામાં રહેતો એક યુવક અપહરણ કરી ભગાડી ગયો હતો.પોલીસે યુવકને ઝડપી સગીરાને મુક્ત કરાવી હતી.

પાલનપુર સદરપુર રોડ ઉપર રહેતા એક પરિવારના ઘરે એક અઠવાડીયા અગાઉ મફતપુરા વિસ્તારમાં રહેતો રિઝવાન સિંધી આવ્યો હતો.અને પરિવારને કહેલ કે તમારી દીકરી મારી છે. હુ તેને લઇ જઇ અને મારી નહી થાય તો બીજા કોઇની નહી થવા દવ તેવી ધમકીઓ આપી હતી.ત્યારબાદ શનિવારે રાત્રે રિઝવાન ગુલાબ સિંન્ધી સદરપુર રોડ ઉપર રહેતી સગીરાના ઘરે આવી 16 વર્ષની સગીરાનુ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો.જેથી સગીરાના પિતાએ પૂર્વ પોલીસ મથકે રિઝવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પૂર્વ પોલીસ મથકના પીઆઇ ડી.યુ.બારડની સુચનાથી પોલીસ સ્ટાફ દ્વારા રીઝવાનને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...