તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસ ડેરી દ્વારા લીંબોળી ખરીદવાની શરૂઆત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસડેરી દ્વારા લીંબોળી ખરીદવાની શરૂઆત કરાઈ છે. ખેડૂતોને નીમ કોટેડ યુરિયા ખાતર મળી રહે જેથી કરીને જમીન ફળદ્રુપ થાય અને બિન ઝેરી પાકોનું ઉત્પાદન થાય અને ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે તેમજ દેશની મહિલાઓનું સશક્તિકરણ થાય તે માટે ગામડાઓ માંથી લીમડા ઉપરથી પાકીને ખરી પડતી લીંબોળી ખરીદવા માટે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ લિમિટેડેના સહયોગ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની સૂચનાથી લીંબોળી ખરીદવાની શરુઆત કરવા માટે સોમવારે ડેરીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર બીપીનભાઈ પટેલ, કે.સી. કોરોટ (ઓ.એસ.ડી) તેમજ જી,એન.એફ.સીના જે. કે. પટેલ (એરિયા હેડ કોર્પોરેટ), આર.એલ પટેલ (એરિયા મેનેજર) તેમજ બનાસ ડેરીના વરિષ્ટ આધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને વાહનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...