તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ચોમાસાને લઇ પાલનપુરમાં તંત્ર દ્વારા નાળાની સાફ સફાઇ કરાઇ

ચોમાસાને લઇ પાલનપુરમાં તંત્ર દ્વારા નાળાની સાફ-સફાઇ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળા અને વહેણની સફાઇ કરાઇ હતી. આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી તંત્ર દ્વારા નાળા અને પાણીના વહેણની સફાઇ કરવામાં આવી હતી. વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે અને કોઇ જગ્યાએ પાણી ભરાઇ રહે તે માટે નાળાઓની જેસીબીથી સફાઇ કરાઇ હતી.

જિલ્લા કલેકટરના આદેશનુસાર જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરી અને લોકોની રજુઆતની નોંધ કરવા આદેશ કર્યો છે. વધુ પડતુ પાણી ભરાતુ હોય અને નીચાણવાળા વિસ્તારોમાં જરૂરપડ્યે સાધન સામગ્રી અને સહાયનું ગ્રામ્ય કક્ષાએ આયોજન કરી અને જિલ્લામાં કોઇપણ ઘટના માટે કર્મચારી અને અધિકારીઓને સજાગ રહેવા આદેશ કર્યો છે. વધુમાં નગરપાલિકાઓને ડિઝાસ્ટર પ્લાન બનાવી પુર અને રાહતના સાધનોની ચકાસણી કરી સજાગ રહેવા જણાવ્યું હતું. જ્યારે ગ્રામ્ય કક્ષાએ તલાટીઓને સર્વે કરવા આદેશ કર્યો છે.પોલીસ વિભાગ દ્વારા રાહત અને બચાવ માટે તરવૈયા અને સમગ્ર જિલ્લામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને ઝીણામાં ઝીણી બાબતો આવરી લઇ ચોમાસા માટે પ્લાન તૈયાર કરવાનો આદેશ કરાયો છે.

ચોમાસાની ઋતુને લઇને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તેમજ પાલનપુરના વરસાદી વહેણ તેમજ નાળાઓની સાફ-સફાઇ હાથ ઘરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...