તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં કોંગ્રેસે ધરણાં યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુરમાં કોંગ્રેસે ધરણાં યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંજિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે જોરાવર પેલેસના પ્રવેશ દ્વાર પાસે મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટડીમાં મોત થયું હતું.જેમાં તેને ન્યાય મળે તે બાબતે ઘરણા કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે જોરાવર પેલેસ ખાતે મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટડીમાં મોત થયુ હતું. જેથી તેના પરિવારને ન્યાય મળે તે માટે ઘરણા કરવામાં આવ્યા હતા. જે બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહએ રાષ્ટ્રપિતા ગાંધીજી વિશે અપશબ્દો ઉચ્ચારતા તેના વિરોધમાં અમિત શાહ હાય…..હાય…. ના નારા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યકરોએ કલેકટર દિલીપ રાણા ને આવેદનપત્ર આપી મહેસાણાના પાટીદાર યુવાનને ન્યાય આપવા માટે રજુઆતો કરી હતી.

જેમાં ધારાસભ્ય મહેશ પટેલ, ડામરાજી રાજગોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જાકીર ચૌહાણ, શહેર પ્રમુખ મુકેશ ચૌહાણ, નયનાબેન પઢિયાર, અંકિતાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો જોડાયા હતા.કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા ગયા ત્યારે પોલીસે તેમને રોકતા ત્યાંજ બેસી જઇ કાર્યકરોએ ‘રામધુન રઘુપતિ રાઘવ રાજારામ’ ની ધુન બોલાવી હતી.

મહેસાણાના પાટીદાર યુવાનને ન્યાય આપવા માટે પાલનપુરમાં કોંગ્રેસે ધરણા કરી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...