તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર યાર્ડની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની પેનલ આમને સામને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર યાર્ડની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની પેનલ આમને- સામને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાની સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાલનપુરના સંચાલક મંડળની ચૂંટણી માટે સોમવારે ભાજપ અને કોંગ્રેસની પેનલના મળી કુલ 64 ફોર્મ ભરાયા હતા. જેમાં બંને પક્ષના ઉમેદવારો શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા. 9 ઓગષ્ટે ચૂંટણી યોજાનાર છે.

ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાલનપુરના સંચાલક મંડળની મુદ્દત 8 ઓગષ્ટ-2016ના રોજ પૂર્ણ થઇ રહી છે. જેનું ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થતાં સહકારી ક્ષેત્રે ગરમાવો પ્રસરી ગયો હતો. વખતે ચૂંટણી જંગમાં વિરજીભાઇ જુડાલ (કોંગ્રેસ) અને ફતાભાઇ ધરીયા (ભાજપ) ની પેનલો આમને-સામને આવી હતી. જે બંને દ્વારા તાજેતરમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ રાખી શક્તિ પ્રદર્શન કરાયું હતું. અને બુધવારે ખેડૂત વિભાગની 8, વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની બે મળી કુલ 14 બેઠકોના ડિરેક્ટરોની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂત વિભાગમાં-27, વેપારી વિભાગમાં-28 અને સહકારી ખરીદ-વેચાણ વિભાગમાં-9 આમ કુલ 64 ફોર્મ ભરાયા હતા. આમ બંને પક્ષના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન અનુસંધાનપાના નં-8

સાથેચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા હતા. જ્યાં આજે ગુરુવારે ફોર્મ ચકાસણી કરાશે અને રવિવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા સત્તા હાંસલ કરવા એડી-ચોટીનું જોર લગાવાશે.

પાલનપુર માર્કેટયાર્ડ ખાતે બુધવારે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો