તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત સમાજનો આક્રોશ પાલનપુરમાં ચક્કાજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત સમાજનો આક્રોશ પાલનપુરમાં ચક્કાજામ

બંધકરી હતી. જ્યાંથી ટોળુ ગુરુનાનક ચોકમાં આવ્યું હતું. અને ચક્કાજામ કરતાં રેલવે પુલ, કિર્તીસ્તંભ રોડ, સિમલાગેટ રોડ તેમજ ગઠામણ દરવાજા માર્ગ ઉપર વાહનોની કતારો થઇ જવા પામી હતી. દોઢ કલાકથી વધુ સમય ટ્રાફિક જામ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દરમિયાન પ્રાંત અધિકારી જે.બી.દેસાઇ ત્યાં દોડી આવ્યા હતા. અને સમજાવટ કરતાં મામલો થાળે પાડ્યો હતો. જ્યાંથી ટોળુ દિવસ દરમિયાન સંજય ચોક, ગઠામણ દરવાજા, સીટી લાઇટ , પાવર હાઉસ, ગઠામણ પેટ્રોલપંપ સહિતના વિસ્તારોમાં ફરી દુકાનો બંધ કરાવી હતી. અને સાંજે 4 કલાકે આંબેડકર હોલમાં સભાના રૂપમાં ફેરવાયું હતુ. જ્યાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આ‌વ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનિચ્છનીય ઘટના ઘટે તે માટે પોલીસ દ્વારા સતત સ્થિતિ ઉપર નિગરાની રાખવામાં આવી હતી.આ ઉપરાંત પાટણમાં બપોરે 2 વાગ્યા સુધી બજારમાં અફરાતફરીના માહોલ બાદ ધીરેધીરે લોકો વિખરાયા હતા. જોકે મોડી સાંજ સુધી બજાર સજ્જડ બંધ વચ્ચે અંજપાભરી શાંતિ જોવા મળી હતી. પહેલાં સવારે 9 વાગ્યે ચાણસ્મા હાઇવે પર લીલીવાડી પાસે ટોળાએ ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો. અત્રે સીટી એ, બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ટિયરગેસના સેલ અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને સાથે રાખી બંદોબસ્તમાં ખડેપગે રહ્યા હતા.

ડીસામાંઆવેદનપત્ર અપાયું

ડીસામાંનાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દલિત યુવકો પર અત્યાચાર કરનારને કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી. જ્યારે બુધવારે સાંજે રોહિત સમાજ દ્વારા પણ રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું.

ભાભરમાંઆવેદનપત્ર અપાયું

ભાભરમાંરેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.પાલિકાના પૂર્વ પ્રમુખ રઘુભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, મનસુખભાઇ પરમાર, જયંતિભાઇ વ્યાસ સહિત દલિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધાનેરામાં નેનાવા ત્રણ રસ્તાથી રેલી નીકળી શહેરમાં દુકાનો બંધ કરાવી હતી. અને હાઇવે ઉપર પહોંચ્યા હતા. શહેર સજ્જડ બંધ રહ્યું હતું.હાઇવે બ્લોક કરવાની વાત કરાતાં પોલીસે બંદોબસ્ત રાખતા ત્યાંથી રેલી સાથે ટોળુ પરત ફર્યું હતું. દલિત સમાજના આગેવાનો તથા કોંગ્રેસના નથાભાઇ પટેલ, બળવંતસિંહ રાવ, હરિભાઇ ચૌધરી , જયેશભાઇ સોલંકી ઉપસ્થિત હતા. ધાનેરામાં કોઇ અચ્છનીય ઘટના બને તે માટે 1 ડીવાયએસપી, એક પીઆઇ, 3. પીએસઆઇ, 5 મોબાઇલ વાન તથા 50 પોલીસ કર્મીઓ તૈનાત રખાયા હતા.

પાલનપુરયાર્ડની

સાથેચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા હતા. જ્યાં આજે ગુરુવારે ફોર્મ ચકાસણી કરાશે અને રવિવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને ભાજપ-કોંગ્રેસ દ્વારા સત્તા હાંસલ કરવા એડી-ચોટીનું જોર લગાવાશે.હાલમાં તો ચૂંટણીને લઈ ઉમેદવારોમાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો