તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં ફરી બંધ તોડફોડ, ચક્કાજામ, ઘર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત અત્યાચારના વિરોધમાં રેલી,દુકાનો બંધ કરાવાઇ, જનજીવન પ્રભાવિત


ઉનાનાસામઢીયાળામાં દલિત યુવાનો ઉપર ગુજારવામાં આ‌વેલા અત્યારચારનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે. જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ દલિત સમાજ દ્વારા બુધવારે પાલનપુર, ધાનેરા, ડીસા, ભાભરમાં રેલી યોજી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર અપાયું હતું. જ્યાં પાલનપુરમાં ચક્કાજામ, સૂત્રોચ્ચાર સાથે દુકાનો બંધ કરાવવાના તેમજ મુખ્યમંત્રીના પોસ્ટર ફાડવા સહિતના ઘટનાક્રમથી ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. બીજી તરફ ધાનેરામાં પણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જ્યાં એસટી બસો પણ બંધ કરવામાં આવતાં મુસાફરો રઝળી પડ્યા હતા.

પાલનપુર ખાતે મંગળવારે સવારે સિમલાગેટ સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને દલિત સમાજના અગ્રણીઓ-યુવકોએ ફુલહાર કર્યા હતા. જ્યાં ભાજપ સરકાર હાય..હાય... હાય ભાજપ... સહિતના સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી નીકાળ‌વામાં આવી હતી. જે કલેકટક કચેરીએ પહોંચી હતી. અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે બાદ તેઓ હાથમાં ડંડા સાથે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. ચિચિયારીઓ સાથે પ્રથમ કોઝી વિસ્તારમાં ગયા હતા. જ્યાં કેટલાક વેપારીઓ સાથે ચકમચ ઝરતા ઉત્તેજના પ્રસરી ગઇ હતી. જોકે, વિનંતી કરાતાં વેપારીઓએ દુકાનો અનુસંધાનપાના-8

બંધકરી હતી. જ્યાંથી ટોળુ ગુરુનાનક ચોકમાં આવ્યું હતું. અને ચક્કાજામ કરતાં રેલવે પુલ, કિર્તીસ્તંભ રોડ, સિમલાગેટ રોડ તેમજ ગઠામણ દરવાજા માર્ગ ઉપર વાહનોની કતારો થઇ જવા પામી હતી. દોઢ કલાકથી વધુ સમય ટ્રાફિક જામ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. દરમિયાન પ્રાંત અધિકારી જે.બી.દેસાઇ ત્યાં દોડી આવ્યા હતા. અને સમજાવટ કરતાં મામલો થાળે પાડ્યો હતો. જ્યાંથી ટોળુ દિવસ દરમિયાન સંજય ચોક, ગઠામણ દરવાજા, સીટી લાઇટ , પાવર હાઉસ, ગઠામણ પેટ્રોલપંપ સહિતના વિસ્તારોમાં ફરી દુકાનો બંધ કરાવી હતી. અને સાંજે 4 કલાકે આંબેડકર હોલમાં સભાના રૂપમાં ફેરવાયું હતુ. જ્યાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આ‌વ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનિચ્છનીય ઘટના ઘટે તે માટે પોલીસ દ્વારા સતત સ્થિતિ ઉપર નિગરાની રાખવામાં આવી હતી.

ડીસામાં આવેદનપત્ર અપાયું

ડીસામાં નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દલિત યુવકો પર અત્યાચાર કરનારને કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી. જ્યારે બુધવારે સાંજે રોહિત સમાજ દ્વારા પણ રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું.

ભાભરમાં આવેદનપત્ર અપાયું

ભાભરમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.પાલિકાના પૂર્વ પ્રમુખ રઘુભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, મનસુખભાઇ પરમાર, જયંતિભાઇ વ્યાસ સહિત દલિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટણમાં ટાયર સળગાવાયા

પાટણમાંબગવાડા ખાતે કેટલાક યુવાનો રસ્તા પર આડા પડીને ચક્કાજામમાં જોડાયા હતા અને ટાયર સળગાવ્યું હતું.

બસો બંધ રહેતા હજારો મુસાફરો રઝળ્યા

પાલનપુરખાતે જિલ્લાભરના દલિત સમાજના લોકો એકત્ર થતાં પરિસ્થિતિ અજંપાભરી બની ગઇ હતી. જેથી જાહેર માલ-મિલકતને નુકસાન થાય તે હેતુથી પાલનપુર-ડીસા ડેપોમાંથી આવતી-જતી બસો બપોરે 12 વાગ્યે બંધ કરી દેવાઇ હતી. એસ.ટી. બસ વ્યવહાર અચાનક બંધ થઇ જતાં અભ્યાસ અર્થે આવતાં હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. જ્યારે મુસાફરો પણ અટવાઇ પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો