તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગ્લોબલ વોર્મિંગ સામે પડકાર, વડના 51 છોડ વટવૃક્ષ બને ત્યાં સુધી જતન કરીશું

ગ્લોબલ વોર્મિંગ સામે પડકાર, વડના 51 છોડ વટવૃક્ષ બને ત્યાં સુધી જતન કરીશું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી- હિંમતનગર હાઇવે પર વડનો ઉછેર કરાયો

પ્રેરણા| હડાદ ગામના પોલીસ જવાને કરેલી પહેલને આખાગામે આવકારી

આજીવન જાળવણી માટે ગામલોકો પાસેથી ફંડ પણ એકઠું કરાયું

દાંતાતાલુકાના હડાદ ગ્રામજનોએ ગામ નજીક 51 વડના છોડ વાવી અને તેમનું જતન કરવા દત્તક લીધા છે.

અરવલ્લીની ગીરીમાળાથી ઘેરાયેલા દાંતાનું હડાદ ગામ ખરા અર્થમાં વડમય બન્યું છે. ગામના પોલીસ ખાતામાં ફરજ બજાવતા યુવાને ગ્રામજનોને અનોખી પ્રેરણા આપી. બે માસ અગાઉ ગામના યુવક વિપુલસિંહ સીસોદીયાના દાદાની પુણ્યતિથિ નિમિતે એક અનોખો વિચાર આવ્યો હતો કે દાદાની પુણ્યતિથિ નિમિતે એક વડનું વૃક્ષ વાવી અને પ્રકૃતિને ભેટ આપીએ. જેથી પ્રકૃતિનું ઋણ પણ ચૂકવાય અને દાદાની યાદ પણ વર્ષો સુધી રહે. આશયથી યુવકે બે માસ અગાઉ દાદાની પુણ્યતિથિએ વડનું વૃક્ષ વાવી ગ્રામજનોને રાહ ચિંધી હતી. જેને પરિણામે પોલીસની નોકરીમાંથી સમય બચાવી ગામને વડમય બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેના પરિણામ સ્વરૂપ મંગળવારે ગ્રામજનોએ 51 વડના વૃક્ષના રોપા વાવી સ્વજનોની યાદમાં વૃક્ષને દત્તક લીધા છે.

હડાદ નજીક પરથી પસાર થતા અંબાજી- હિંમતનગર હાઇવે પર વડના 51 વૃક્ષના રોપા વાવવાનો સેવાવૃક્ષ ફોરેસ્ટ અધિકારીઓ, ગ્રામજનો સહિતે સફળ બનાવ્યો હતો.

ગ્લોબલ વોર્મિંગ સામે લડાઇનું અનોખું અભિયાન

^જંગલોનોનાશ થઇ રહ્યો છે, વૃક્ષ ખતમ થઇ રહ્યા છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે લડાઈ લડવા અમે કટિબદ્ધ છીએ અને સાંઈવિલા ટ્રસ્ટના સહયોગથી ગ્રામજનોએ 51 વડના વૃક્ષ વાવી અને વૃક્ષ વટવૃક્ષના બને ત્યાં સુધી ગ્રામજનોએ વૃક્ષને દત્તક લીધા છે અને બીજા ગામોને પણ વૃક્ષ વાવવાની અપીલ કરીએ છીએ. > ઇકબાલભાઇમનસુરી, સરપંચ

ભવિષ્યમાં ભાદરવીના યાત્રિકો માટે સહારો બનશે

^ગ્રામજનોએ સ્વજનોની યાદમાં વવાયેલા 51 વડની આજીવન જાળવણી માટે દરેક વ્યક્તિ પાસેથી રૂ.2100 એકત્ર કર્યા છે. દર મહિને પાણીના ટેન્કરના પૈસા અલગ લેવાશે. અંબાજી- હિંમતનગર હાઇવે પર વાવેલા વૃક્ષ ભવિષ્યમાં ભાદરવીના યાત્રિકો માટે સહારો બની રહેશે. પ્રકૃતિના ઋણરૂપે વડ ભેટ ધરીશું. > વિપુલસિંહસીસોદીયા, સ્થાનિકયુવક

હડાદે છાંયો આપવામાં ઉત્તમ વડના 51 વૃક્ષને દત્તક લીધા છે. તસવીર-અતુલત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...