તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • મેડિકલ કોલેજની સાથે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલથી સુવિધાઓ વધશે: આરોગ્ય મંત્રી

મેડિકલ કોલેજની સાથે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલથી સુવિધાઓ વધશે: આરોગ્ય મંત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર સિવિલ સરકાર પાસેથી પાંચ વર્ષ માટે ભાડા પટ્ટે મેળવી છે

પાલનપુરમાંબનનારી મેડિકલ કોલેજને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ ગુરુવારે કહ્યું હતુ કે બનાસકાંઠામાં 700 બેડની મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનો જિલ્લા તેમજ સરહદી રાજસ્થાનના દર્દીઓને લાભ મળશે. જ્યારે બનાસકાંઠાની મેડિકલ કોલેજ જિલ્લામાંથી ડોક્ટરો તૈયાર થશે.

બનાસડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય મંત્રીએ કહ્યું કે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલથી જિલ્લાનું પછાતપણું દૂર થશે અને જિલ્લાવાસીઓનું 50 વર્ષથી અધૂરું સ્વપ્ન સાકાર થશે. હાલ સિવિલ હોસ્પિટલમાં જે તબીબી સેવાઓ છે તે યથાવત રહે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 600 ઓપીડીની આવશ્યકતા રહેશે. જે આગામી પાંચ વર્ષમાં 1200 ની થશે. મેજર અને માઇનોર ઓપરેશન થિયેટરો અને સીયુ ફેસિલિટી વધશે. જ્યારે ઇમરજન્સી સારવાર 10 બેડથી શરૂ થઈ પાંચ વર્ષ થતાં 25 બેડની બનશે. જ્યારે પેરા મેડિકલ અને નર્સિંગ સ્ટાફ 100 થી વધીને 372 જેટલો સ્ટાફ થશે. હાલ સિવિલમાં જે 220 બેડની સુવિધા છે નવી મેડિકલ કોલેજમાં 650 બેડની સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે હોસ્પિટલમાં મળતી સગવડો સરકારની જેમ ટ્રસ્ટ આપશે કોઇ સવલત બંધ નહીં કરાય.

મોરીયા નજીક મેડીકલ કોલેજ બનાવવાના મુદ્દે આરોગ્ય મંત્રી ના અધ્યક્ષ સ્થાને બનાસડેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.તસવીર-અંકિત વ્યાસ

મારો આશય સિવિલનું ખાનગીકરણ કરવાનો નથી

અંગેરાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મારો આશય સિવિલનું ખાનગીકરણ કરવાનો નથી. મેં સ્વ. ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપ્યું છે. જ્યારે મેડિકલ કોલેજ સ્વ. ગલબાભાઇ ટ્રસ્ટને ફાળવાઈ છે. પરંતુ જિલ્લાને ઝડપથી મેડિકલ કોલેજ મળી રહે આશયથી સરકાર પાસેથી પાલનપુર સિવિલ પાંચ વર્ષના ભાડાપટ્ટેથી મેળવી છે. મારો આશય જિલ્લાનું પછાતપણું દૂર કરવાનો છે. ખાનગીકરણના વિરોધની વાતથી મંત્રી એક મિનિટ માટે શંકરભાઇ ગળગળા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...