તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે આજથી રેડ એલર્ટ

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે આજથી રેડ એલર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા 14-15-16 જુલાઇ સુધી અધિકારીઓને હેડ ક્વાર્ટર છોડવા આદેશ અપાયો

બનાસકાંઠાવહિવટી તંત્રએ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેને પગલે કલેકટર દિલીપ રાણા દ્વારા જિલ્લાના અધિકારીઓને હેડ ક્વાર્ટર છોડવા આદેશ કરાયો છે.

બનાસકાંઠા હવામાન વિભાગે 14-15-16 જુલાઇએ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેને લઇ જિલ્લા કલેકટર દ્વારા તંત્રને હેડ ક્વાર્ટર પર રહેવાના આદેશ કર્યા છે. જ્યારે જિલ્લાના તમામ નાયબ કલેકટર, મામલતદાર અને તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરોને એલર્ટ રહેવાની સૂચના અપાઇ છે.

પાલિકાએ ભારે વરસાદની આગાહીને પગલે કાર્યવાહી હાથ ધરી

પાલનપુરનગરપાલિકાએ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સતર્કતા રાખી સૂકાઇ ગયેલું એક વૃક્ષ પડી જાય તેવું હોઇ નુકસાન થાય તે માટે ગુરુવારે સ્ટાફ સાથે આવી કાપી નંખાયું હતું.અન્ય સમાચારો પણ છે...