• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર લોકનિકેતન રતનપુર ખાતે ચાલતા વિવિધ શૈક્ષણિક વિભાગોના વિદ્યાર્થીઓ

પાલનપુર |પાલનપુર લોકનિકેતન રતનપુર ખાતે ચાલતા વિવિધ શૈક્ષણિક વિભાગોના વિદ્યાર્થીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર લોકનિકેતન રતનપુર ખાતે ચાલતા વિવિધ શૈક્ષણિક વિભાગોના વિદ્યાર્થીઓ અને કાર્યકરોની ચોમાસાની ઋતુ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ જળવાઇ રહે તેવા ઉમદા ઉદ્દેશથી તા. 25 જુલાઇથી 3 ઓગષ્ટ દરમિયાન આર્યુવેદિક ઉકાળાપાન કરાવવામાં આવ્યા હતા. જેમાં અરડુસી, તુલસી,સુંઠ, મરી અને કડુ-કરિયાતુ વગેરે જેવા ઔષધિઓનો ઉકાળો બનાવીને વહેલી સવારે નરણા કોઠે પાન કરાવવામાં આવ્યું હતું. કુલ 600 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનો, કાર્યકરો અને પરિવારજનોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...