ખેતીમાં નુકસાનીના સર્વેમાં ડ્રોનનો ઉપયોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રોન સેટેલાઇટ ઇમેજ-ફોટો ક્લીક કરે છે

આજથી ધાનેરા-લાખણી તાલુકામાં 30 ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે, રાધનપુરમાં કામગીરી પૂર્ણ

રાજ્યમાં પ્રથમ પ્રયોગ | 10 દિવસમાં પાટણ-બનાસકાંઠાના 505 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કરાશે


પાટણઅને બનાસકાંઠામાં અતિવૃષ્ટિને લઇ મોટાપાયે જમીન ધોવાણ અને પાક નુકસાન થતાં ખેતીવાડી વિભાગ દ્વારા ફિલ્ડ મેપિંગ ડ્રોન સર્વે પ્લાન અંતર્ગત સર્વેની કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે. સર્વે કામગીરીમાં ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં પહેલીવાર કરાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 4 ડ્રોનની મદદથી રાધનપુર તાલુકાના 10 ગામની 10 હજાર હેક્ટર જમીનનો સર્વે માત્ર 3 દિવસમાં પૂર્ણ કરાયો છે. જ્યારે શુક્રવારથી બનાસકાંઠાના ધાનેરા અને લાખણી તાલુકામાં 30 ડ્રોનની મદદથી કામગીરી કરાશે.

મહેસાણાની ખાનગી કંપની દ્વારા ડ્રોનથી પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન ધોવાણ અને પાક નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. જેમાં 15થી 20 સભ્યોની ટીમ દ્વારા 4 ડ્રોનની મદદથી પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી, કાસલપુર, તેરગઢ, નાનાપુરા, બાબરપુરા, રવડી સહિત 10 ગામની 10 હજાર હેક્ટર જમીનનો સર્વે 4 ડ્રોનથી 3 દિવસમાં પૂર્ણ કરાયો હોવાનું પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલે જણાવ્યું હતું.

જ્યારે બનાસકાંઠામાં ખેતીમાં નુકસાનીનો સાચો તાગ મેળવવા ડ્રોન કેમેરાથી 2 કેટેગરીમાં સર્વે કરાશે. જેમાં કેટેગરીમાં ધાનેરા અને બી કેટેગરીમાં લાખણીનો સમાવેશ કરાયો છે. શુક્રવારથી ધાનેરા અને લાખણી તાલુકાના ગામોમાં સર્વે શરૂ કરાયો છે. જે 20 ઓગસ્ટ સુધી ચાલશે, તેનો રિપોર્ટ 28 ઓગસ્ટ સુધીમાં સબમિટ કરવામાં આવશે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં બંને જિલ્લામાં હાલ પ્રાયોગિક ધોરણે ડ્રોન કેમેરા દ્વારા રાધનપુરમાં 82 જગ્યા પર, જ્યારે ધાનેરા અને લાખણીમાં 423 જગ્યા નક્કી કરાઇ છે. ડ્રોન સર્વે પ્લાન અંતર્ગત 505 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે. ધાનેરામાં કાર્યરત એજન્સી પોતાનો રિપોર્ટ 23 તારીખે, જ્યારે લાખણી તાલુકાની એજન્સી 28 તારીખે રિપોર્ટ સબમિટ કરશે. તસવીર- ભાસ્કર

^ડ્રોનની નીચે એક સેન્સર હોય છે, જેમાં જે તે ગામનો ડેટા નાખવાનો રહે છે. ડ્રોન જ્યારે ઉડવાનું શરૂ કરે ત્યારે આપમેળે ગામની હદ્દ નક્કી કરી સેટેલાઇટ ઇમેજ અને ફોટો ક્લીક કરતું રહે છે. ડ્રોન નીચે આવે ત્યારે તેમાંથી ડેટા કોમ્પ્યુટરમાં લઇ લેવામાં આવે છે. જેથી ક્યાં કેટલું નુકસાન થયું તે ખ્યાલ આવી શકે છે. > પ્રતિકમહેતા, લીડરસર્વે ટીમ

જીઓ ટેગીંગ-ડ્રોનનો પ્રથમ ઉપયોગ

બનાસકાંઠાઅને પાટણમાં પાક નુકસાન અને જમીન ધોવાણની સર્વેની કામગીરીમાં પહેલીવાર જીઓ ટેગીંગ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેમાં જીઓ ટેગીંગથી નુકસાન થયેલા વિસ્તારના અક્ષાંસ- રેખાંશ સાથે મલ્ટી લોકેશનના ફોટોગ્રાફ્સ મેળવાઇ રહ્યા છે. જ્યારે જમીન ધોવાણવાળા વિસ્તારોમાં ડ્રોન મારફતે એરિયલ ફોટોગ્રાફી લેવાઇ રહી છે. બંને ઉપકરણો દ્વારા લીધેલા ડેટા સરકારી તંત્રને સોંપાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...