• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાઘાસણ ગામની ડેરીના મંત્રીની નજર ચુકવી 4.45 લાખ લઈ બે ગઠિયા ફરાર

વાઘાસણ ગામની ડેરીના મંત્રીની નજર ચુકવી 4.45 લાખ લઈ બે ગઠિયા ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઠીયાઓએ ગાડીમાં પંકચર પડ્યું છે તેમ કહી પૈસા લઈ પલાયન થઈ ગયા, પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ

વાઘાસણદૂધ મંડળીનો સ્ટાફ દૂધનો પગાર લઇને જીપમાં બેઠા બાદ બે અજાણ્યા યુવકોએ જીપમાં પંકચર પડ્યું હોવાનું કહી નજર ચુકવી રૂ.4.45 લાખ ભરેલી બેગ થઇ પલાયન થઇ ગયા હતા. શોધખોળ કરવા છતાં પણ શખસો મળતા સાંજે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

ગુરુવારે થરાદની બેન્ક ઓફ બરોડામાંથી વાઘાસણ દૂધ મંડળીના ગ્રાહકોના પગારના 4.45 લાખ લઇને ગાડીમાં બેસતી વખતે બે અજાણ્યા યુવકો મંડળીના સ્ટાફ જોડે આવીને ગાડીમાં પંકચર પડ્યું હોવાનું જણાવ્યું હતું. મંડળીના સ્ટાફે જોયુ તો ખરેખર ટાયરમાં હવા હોતી એટલે ત્રણ સભ્યો પૈકી બે જણા ગાડીના જેકની વ્યવસ્થા કરવા ગયા અને તે વખતે ગાડીમાં હાજર દૂધ મંડળીના મંત્રી જવાનભાઇ પ્રજાપતિની નજર ચુકવી બે ગઠીયાઓએ ગાડીમાંથી પૈસા ભરેલી બેગ ઝુંટવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાદમાં પૈસા ભરેલી બેગ ગૂમ હોવાની જાણ થતાં મંત્રીએ ગામના આગેવાન અને પરિચિતોનો સંપર્ક કરી શોધખોળ આદર્યા બાદ થરાદ પોલીસ મથકે સાંજે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.બેન્ક આગળ લગાવેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.

ભોગ બનનારા વાઘાસણ દૂધ મંડળીના મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તસવીર-દેવરામમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...