તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

પાલનપુરનજીક આવેલા ડાંગીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગામની 200 એકર જમીનમાંથી વહી જતાં વવરસાદી પાણીને પોતાના ખેતરમાં વાળ્યું છે. જ્યાં એકઠુ થયેલુ પાણી રીચાર્જીંગ ટ્યુબવેલ દ્વારા જમીનમાં ઉતારાય છે. જેના દ્વારા 100 એકર જમીનમાં શિયાળુ અને ઉનાળુ પાકોમાં પિયત માટે ઉપયોગમાં લેવાય છે. જળક્રાંતિની અનોખી પહેલ છે.

આજે વિશ્વ જળ દિવસ છે. પાણીની ઉપલબ્ધતા આવનારા સમયમાં એક મોટી સમસ્યા બની શકે છે. ત્યારે પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામના કૃષિના ઋષિ એવા પી.જે.ચૌધરીએ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રિચાર્જીંગ ટ્યુબવેલ બનાવ્યો છે. જ્યાં બે એકરમાં મોટુ તળાવ બનાવ્યું છે. તળાવમાં ડાંગીયા ગામની 200 એકર જમીનમાં ઉપરથી વહી જતાં વરસાદી પાણીને પોતાના ખેતરમાં વાળ્યું છે. જે ચોમાસાના સમયે તળાવમાં ભરાય છે. 24 કલાક બાદ સ્થિર થયેલા પાણીને ડબલ ફિલ્ટર કરીને રીચાર્જીંગ ટ્યુબવેલ દ્વારા જમીનમાં ઉતારાય છે. જેનાથી આજુબાજુના વિસ્તારમાં 125 ફુટેથી પાણી ઉપલબ્ધ થઇ રહ્યું છે. આમ પ્રગતિશીલ ખેડૂત જેટલુ પાણી ભૂગર્ભમાંથી દોહન કરીને કાઢી રહ્યા છે. તેટલુ પાણી ધરતીને પરત આપી રહ્યા છે. તેઓએ રીચાર્જીંગ ટ્યુબવેલ વર્ષ 2010 માં બનાવ્યો હતો. જેથી ખેતીની બન્ને સિઝનમાં ભરપુર પાણી ઉપલબ્ધ થાય છે. જોકે તેઓ તેમની સમગ્ર 100 એકરની જમીનમાં ફુવારા પદ્ધતિથીજ ખેતી કરીને પાણીનો કરકસરથી ઉપયોગ કરે છે.

100 એકરમાં શિયાળુ અને ઉનાળુપાક લેવાય છે, બે એકરમાં બનાવેલા તળાવમાં પાણી એકઠુ કરાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો