તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલિકાએ કબ્રસ્તાનની દીવાલનું બાંધકામ અટકાવી દેતાં ઉત્તેજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ કબ્રસ્તાનની દીવાલનું બાંધકામ અટકાવી દેતાં ઉત્તેજના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરખાતે મહિલામંડળ સામે આવેલા કબ્રસ્તાનની ફરતે બનાવવામાં આવી રહેલી દીવાલનું બાંધકામ નગરપાલિકા દ્વારા મંગળવારે સાંજે અટકાવવામાં આવતાં ઉત્તેજના પ્રસરી હતી. દીવાલ ગેરકાયદે બનાવવામાં આવતી હોવાના મુદ્દે પાલિકાએ અગાઉ નોટિસ આપી હોવા છતાં બાંધકામ કરવામાં આવતું હોવાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું એન્જિનીયરે જણાવ્યું હતુ.

પાલનપુર ખાતે બ્રિજેશ્વર કોલોની નજીક મહિલામંડળ સામે કબ્રસ્તાન આવેલું છે. જેના ટ્રસ્ટીઓ દ્વારા દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, નગરપાલિકાએ મંગળવારે સાંજના સુમારે પોલીસ પ્રોટકશન સાથે દીવાલનું બાંધકામ અટકાવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. અંગે નગરપાલિકાના એન્જિનીયર કે. આર. જોષીએ જણાવ્યું હતુ કે, કબ્રસ્તાનના ટ્રસ્ટીને નોટિસ આપી બાંધકામ સામે હગામી મનાઇ હૂકમ અપાયો છે. જેમાં જણાવાયું છે કે, પાલિકાની બાંધકામ મંજુરી વિના દીવાલ બનાવવામાં આવી રહી છે. બાંધકામ કરીને આજુબાજુના વિસ્તારમાં તંગદિલીનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જેથી નોટિસ મળ્યેથી તાત્કાલિક બાંધકામ બંધ કરવાનું રાખશો નહિતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાલનપુરમાં મહિલા મંડળ સામે આવેલા કબ્રસ્તાન ફરતે બનાવવામાં આવતી દીવાલ મંગળવારે નગરપાલિકાએ અટકાવતાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

હાઇકોર્ટના હૂકમ મુજબ મંજુરીની જરૂર નથી

હાઇકોર્ટનાહૂકમ મુજબ કબ્રસ્તાન કે સ્મશાન ફરતે પ્રોટકશન દીવાલ બનાવવા માટે પાલિકાની મંજુરીની જરૂર નથી. વળી કબ્રસ્તાન અમારી માલિકીની જમીનમાં આવેલું છે. જ્યાં એક માસ અગાઉ કોઇએ જેસીબી દ્વારા ત્રણ કબરો તોડી નાંખતા દીવાલ બનાવવી જરૂરી બની છે. અમારી જમીનમાં આવતા હનુમાનજીના મંદિર માટે કેટલીક જમીન દાનમાં આપી દીધી છે. પાલિકા ખોટી રીતે અમને હેરાન કરે છે.> આરીફભાઇસલાટ (ટ્રસ્ટી, પાલનપુર)

નોટિસ આપી હોવા છતાં દીવાલ ચણવામાં આવતી હોવાથી કાર્યવાહી કરાઇ,ખોટી રીતે હેરાનગતી કરાતી હોવાનો ટ્રસ્ટીઓનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો