• Gujarati News
  • ડીસામાં શ્રી શાસ્ત્રીજી મહારાજનો ભંડારો યોજાયો

ડીસામાં શ્રી શાસ્ત્રીજી મહારાજનો ભંડારો યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં શ્રી શાસ્ત્રીજી મહારાજનો ભંડારો યોજાયો
ડીસા: ડીસાના પરમ વંદનીય અને ગૌ સેવા તેમજ માનવ સેવામાં સમગ્ર જીવન ન્યોછાવર કરી દેનાર બ્રહ્મલીન સંતશ્રી પૂ.રઘુશરણજી મહારાજ (શાસ્ત્રીજી મહારાજ) ની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે ડીસાની વરિષ્ઠ આશ્રમ ગૌશાળા ખાતે સંતવાણી-લોકડારો તેમજ ભંડારો યોજાયો હતો. પૂ.શાસ્ત્રીજી મહારાજ ગત વર્ષે કાળધર્મ પામતા તેમની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે શ્રી વરિષ્ઠ આશ્રમ ગૌશાળા દ્વારા બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ગુરૂવારે રાત્રે સંતવાણી ડાયરામાં મોડી રાત સુધી ભાવિકોએ ભજન-સત્સંગનો લાભ લીધો હતો.
ખીમાણામાં કષિરથનું ઉમળકાભેર સ્વાગત
ખીમાણા : કષિ મહોત્સવ અંતર્ગત ૨૭મીએ ખીમાણામાં કષિરથનું આગમન થતાં ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. પ્રાથમિક શાળામાં કષિ અને પશુપાલન અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં કષિ યુનિ. અને પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડયું હતું. ખેડૂતોને વિવિધ કિટ પણ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે પ્રદેશ કિસાન મોરચાના મંત્રી કિર્તિસિંહ વાધેલા, કષિરથના ઈન્ચાર્જ હંસપુરીજી ગોસ્વામી, જી.પં.સદસ્ય રમેશભાઈ વાઘડા, ખીમાણા સરપંચ ભમરસિંહ પરમાર, ખોડલા સરપંચ ગલાબજી ઠાકોર, તલાટી, ગ્રામસેવક સહિત ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકો હાજર રાા હતા.
મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા
પાલનપુર : બનાસકાંઠા જય માતાજી ાત્રિય યુવક વિકાસ મંડળ સંચાલિત બાવન આંટા સમાજ જાગીરદાર દરબાર સમાજ અને નવકુટડી સમાજ દ્વારા વીરપુરૂષ મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ગુરુવારે મીરાંદરવાજા વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એરોમા સર્કલ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઇ હતી. આ પ્રસંગે હાથીદરાના મહંત દયાલપુરી બાપુ, જાગીરદાર સમાજના જસવંતસિંહ વાધેલા, અજીતસિંહ હડિયોલ, બાવન આંટા સમાજના જીતેન્દ્રસિંહ પરમાર, વિનોદસિંહ પરમાર, જોરાવરસિંહ ડાભી સહિત યુવાનો જોડાયા હતા.- ભાસકર
ન્યૂઝ ઇનબોકસ