• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | ક્ષત્રિયસભાની મિટીંગ સરસ્વતી સ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં

પાલનપુર | ક્ષત્રિયસભાની મિટીંગ સરસ્વતી સ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ક્ષત્રિયસભાની મિટીંગ સરસ્વતી સ્કૂલ ખાતે યોજાઇ હતી. જેમાં ક્ષત્રિય સભાના અધ્યક્ષ કરણસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાજમાં એકતા તેમજ શિક્ષણનું સ્તર ઉંચું લાવવા, જૂના કુરિવાજો બંધ કરવા, યુવા પેઢી આગળ આવે તે હેતુથી અમદાવાદ ખાતે 5 એપ્રિલ-2017 ના રોજ સંમેલન યોજાશે. પ્રસંગે રૂપસિંહભાઇ ચૌહાણ, દેવીસિંહ ભાટી, પ્રકાશસિંહ સોલંકી, અશ્વિનસિંહ તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉંબરી | ઉંબરીપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-8 ના બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. પ્રસંગે વિદાય લઇ રહેલા વિદ્યાર્થી ચેક દ્વારા તેમના આઠ વર્ષના અભ્યાસકાળ અને શાળઆમાં થતી અવનવી પ્રવૃત્તિઓ યાદ કરી હતી. શાળાના આચાર્ય મનીષાબેન પટેલ દ્વારા બાળકોને આગળ વધી ઉંબરી ગામનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા પાઠવાઇ હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઇ દેસાઇ દ્વારા બાળકોને અભ્યાસમાં મદદ કરવાનું જણાવ્યું હતું. તસવીર-ગજુભાવાઘેલા

પાલનપુરમાં ગુજરાત ક્ષત્રિય સભાની મિટીંગ યોજાઇ

ઉંબરી પ્રા. શાળામાં છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

દિયોદર | દિયોદરગ્રામ પંચાયતના વર્તમાન યુવા સરપંચ અને ભેસાણા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસના પૂર્વ સદસ્ય દિયોદરના રાજવી ગીરીરાજસિંહ માનસિહજી વાઘેલાએ ગુરુવારે તેમના યુવા સર્મથકો સાથે પૂર્વે દિયોદર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ કે.દેસાઇ, ભેસાણા પૂર્વ સરપંચ ઓખાજી પટેલ, દેવરામભાઇ જોષી વગેરે સમર્થકો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને રાજીનામુ સુપ્રત કરવામાં આવ્યું હતુ. અંગે ગીરીરાજસિંહ વાઘેલાએ યોજેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરીક જૂથ વાદ અને સાચા અને મજબુત કાર્યકરની કદર થતા મે અને મારા સંખ્યાબંધ સમર્થકો સાથે કોંગ્રેસપક્ષમાંથી રાજીનામુ સુપ્રત કરેલ છે.જેને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દિયોદરના સરપંચે સર્મથકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું

અમીરગઢ | અમીરગઢનીસરકારી વિનયન કોલેજ ખાતે સોમવારે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 77 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસંગે વિવિધક્ષેત્રે નોકરી પ્રાપ્ત કરી ઉત્તમ કારકીર્દિ ઘડનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સંસ્થાના આચાર્ય નરેશભાઇ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંગઠિત બની ઉત્તરોત્તર વિકાસ સાધે અને કોલેજનું ગૌરવ વધારે તે માટે માર્ગદર્શન આપી સંમેલનને ખુલ્લું મૂક્યું હતું. આયોજન પ્રા. અશોકભાઇ અને પ્રા.વિષ્ણુભાઇએ કર્યું હતું. તસવીર-ભ‌વરમીણા

અમીરગઢમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના કરાઇ

અન્ય સમાચારો પણ છે...