તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ખેતેશ્વર સોસા.ના સંચાલકોની ધરપકડ કરવા કલેકટરને રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતેશ્વર સોસા.ના સંચાલકોની ધરપકડ કરવા કલેકટરને રાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંઅગાઉ ખેતેશ્વર અર્બન ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થયું હતુ. જેમાં શહેરના સિનીયર સીટીજનના લાખો રૂપિયા સલવાયા છે. સોસાયટીના સંચાલકોની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે ગ્રાહકોએ મંગળવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

પાલનપુરના સિનીયર સીટીજનોએ મંગળવારે બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતુ કે, ખેતેશ્વર અર્બન ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટીના રાજસ્થાનના શિરોહીના સંચાલકો સામે અગાઉ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેને નવ માસ જેટલો સમય થઇ ગયો છે. છતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. સોસાયટીમાં મહદ અંશે સિનીયર સીટીજનના નાણાં ડુબ્યા છે. જો સરકારી વહિવટ અને પોલીસની સક્રિયતાથી અર્બુદા કો- ઓપરેટીવ સોસાયટીનો મુખ્ય સંચાલક પોલીસ સમક્ષ હાજર થતો હોય તો ખેતેશ્વરના સંચાલકોને કેમ પકડવામાં આવતા નથીω.

સિનિયર સિટિઝનના લાખો સલવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો