તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેકટર કચેરી તરફ એક કલાકમાં 2400 લોકો આવન-જાવન કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંજિલ્લાની તમામ કચેરીઓ જોરાવર પેલેસમાં આવેલી છે. જ્યારે બાજુમાં જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. અહિયા મુખ્ય કચેરીઓના સરકારી કામકાજ માટે 14 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા-જતા હોય છે. એક અંદાજ મુજબ એક કલાકમાં 2400 થી વધુ લોકો કોઝીથી કલેકટર કચેરી તરફ અને એજ રીતે બીજી તરફ માર્ગ ઓળંગે છે. માર્ગ ઓળંગવા માટેના બન્ને માર્ગ ઉપર એક કલાકમાં અંદાજે 4000 વાહનો પસાર થાય છે. એટલે વાહનોની અવર-જવર વચ્ચે સલામત રીતે માર્ગ ઓળંગવા માટે રાહદારીઓને 5થી 10 મિનીટ રાહ પણ જોવી પડતી હોય છે.જેથી જોખમ ટાળવા માટે ફુટ ઓવરબ્રીજ ખુબજ જરૂરી નહી અનિવાર્ય બન્યો છે.

વાહનો વધતા બ્રીજ જરૂરી

શહેરમાંવાહનોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે. કે માર્ગને પસાર કરવો મુશ્કેલ પડે છે. ઓવરબ્રીજ બને તો રાહદારીઓ માટે મદહઅંશે મુશ્કેલીઓ ઘટી શકે છે.> હરેશપંચાલ(ઢુંઢીયાવાડી, પાલનપુર)

આપણાશહેરનું ‘હાર્ટ’ છે

પાલનપુરમાંકોઝી ટાવર વિસ્તાર શહેરનું હાર્ટ છે. જિલ્લાની વડી કચેરીઓ અહીંયા આવેલી હોવાથી પ્રજા માટે ફૂટ ઓવર બ્રીજ બને તે ઇચ્છનીય છે.->સાગર જાની(રહીશ,પાલનપુર)

પાલનપુરમાં આજ માર્ગ ઉપર 4000 વાહનો પસાર થાય છે, વાહનોની અવર-જવર વચ્ચે રાહદારી અટવાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો