તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • બાલારામ નદી પાસે બાળકના નાકમાં કાંકરો ઘૂસી જતા દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલારામ નદી પાસે બાળકના નાકમાં કાંકરો ઘૂસી જતા દોડધામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાના બાલારામ ગામે આવેલી નદી પાસે રમતા બે વર્ષના બાળકના નાકમાં મંગળવારે કાંકરો ઘૂસી ગયો હતો.જેને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.બાળકના નાકમાંથી કાંકરો બહાર કાઢ્યો હતો.જેથી પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રહેતા ધર્માભાઇ પટણી સોમવારે બાલારામ ગામે કામ અર્થે ગયા હતા.તે સમયે તેમનો પુત્ર પ્રકાશ (ઉ.વ.2) નદી પાસે રમતો હતો.તે સમયે એક કાંકરો પ્રકાશના નાકમાં ઘૂસી ગયો હતો.જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા લાગી હતી. જેની જાણ તેના પરિવારને થતા 108 એમ્બ્યુલસને જાણ કરી હતી.જેથી સ્ટાફ તાબડતોબ દોડી આવી બાળકને સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબિબોએ ભારે જહેમત બાદ બાળકના નાકમાંથી કાંકરો બહાર કાઢ્યો હતો.જેથી પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો