• Gujarati News
  • વાવ સૂઇગામ તાલુકામાં કષિરથનું પરિભ્રમણ વાવ

વાવ-સૂઇગામ તાલુકામાં કષિરથનું પરિભ્રમણ વાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ-સૂઇગામ તાલુકામાં કષિરથનું પરિભ્રમણ વાવ વાવ-સૂઇગામ તાલુકામાં તાલુકા પંચાયત બેઠકો ઉપર પરિભ્રમણ કરનાર કષિ રથોને સોમવારે સવારે વાવ તાલુકા વિકાસ અધિકારી અને વાવ તાલુકા પંચાયત પ્રમુખે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું.વાવ તાલુકામાં તા.ર૫ મે ૨૦૧૪ થી ઢીમા, ટડાવ, દૈયપ, માવસરી, કુંડાળીયા, સપ્રેડા, બુકણા અને વાવમાં તા.૯ જુન ૨૦૧૪ સુધી જયારે સૂઇગામ તાલુકામાં જેલાણા, ભરડવા, માધપુરા, સૂઇગામ, ઉચોસણ, મોરવાડા, રડકા, બેણપ ગામે ર જુન સુધી પરિભ્રમણ કરી ખેડૂતોને માર્ગદર્શન આપશે. . - રાણાજી વેંજીયા
કાંકરેજ તાલુકામથકથી કષિ રથનું પ્રસ્થાન કંબોઇ પાલનપુર ખાતેથી રવિવારે મંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે જિલ્લામાં પરિભ્રમણ કરનારા કષિરથોને લીલીઝંડી આપવામાં આવી હતી. દરમિયાન આ રથ સોમવારે કાંકરેજ ખાતે આવી પહોંચતાં તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન મફાજી સોલંકી, ભાજપના કાર્યકરો તેમજ અધિકારીઓએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. - સજજનસિંહ સોલંકી
દિયોદરના દેલવાડા ગામેથી કષિરથનો પ્રારંભ દિયોદર દિયોદરના દેલવાડા ગામેથી સોમવારે સવારે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અઘ્ય ાસ્થાને કષિરથને લીલીઝંડી આપી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે દિયોદર પ્રાન્ત અધિકારી આર.એમ.ખાંટ મામલતદાર જે.કે.ડાભી, ટીડીઓ આર.ડી.બારોટ, પરાગભાઇ જોષી, વનરાજસિંહ વાધેલા તા.પં.પ્રમુખ નીતીનભાઇ ઠક્કર વગેરે ઉપસ્થિત રાા હતા. કષિરથ આગામી ૯ જૂન સુધી તાલુકાની દરેક તાલુકા પંચાયત સહિત મુખ્ય ગામ એમ કુલ ૧૭ ગામોમાં પરિભ્રમણ કરશે.
ભાભરમાં લુહાર સમાજનો સમૂહલગ્ન યોજાયો ભાભર ભાભર હરિધામ ગૌ શાળાના વિશાળ પ્રાંગણમાં રવિવારે ઉત્તર ગુજરાત ગાડલીયા લુહાર સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેમને સંતો-મહંતો સમાજના વડીલો આગેવાનો દાતાઓએ આશિર્વચન અને ભેટ સોગાદો આપી હતી.
ભાભરમાં આરોગ્ય મંત્રીનું સન્માન કરાયું ભાભર ભાભર-વાવના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના મહામંત્રી શંકરભાઇ ચૌધરીનો રવિવારે ભાભર ખાતે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને શુભેરછકો ઉપસ્થિત રહી મંત્રીને ભેટ-સોગાદો આપી સન્માન કર્યું હતું. - મનજી પટેલ
લીંબોઇમાં ધાણધાર રોહિત સમાજનો સમૂહલગ્ન મહોત્સવ વડગામ વડગામ તાલુકાના લીંબોઇ ખાતે રવિવારે શ્રી ધાણધાર રોહિત સમાજ ટ્રસ્ટ પાલનપુર દ્વારા રોહિત સમ