તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાવનાતીર્થગામે 25 મીએ પત્નીને તેડવા ગયેલા આધેડને જીવતો સળગાવતાં

વાવનાતીર્થગામે 25 મીએ પત્નીને તેડવા ગયેલા આધેડને જીવતો સળગાવતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવનાતીર્થગામે 25 મીએ પત્નીને તેડવા ગયેલા આધેડને જીવતો સળગાવતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જેનું પાલનપુર સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં પોલીસે પાંચ વિરુદ્ધ 302 કલમની ઉમેરો કરી બે આરોપીને પકડી જેલ હવાલે કરાયા હતા.

વાવના મોરીખા ગામના ભુરાભાઇ કાળાભાઇ રાવળે તીર્થગામની ભીખીબેન વિરાભાઇ રાવળ સાથે અનુસંધાનપાના-8

દિયરવટુંકરેલ હોઇ ભીખીબેન મોરીખાથી તિર્થગામ ગયેલ હતા. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ ભુરાભાઇ રાવળ તેમની પત્ની ભીખીબેનને તેડવા જતાં ત્યાં બોલાચાલી થઇ મામલો બિચકતાં બધાય એકસંપ થઇ ભુરાભાઇ રાવળ ઉપર કેરોસીન છાંટી સળગાવી દેતાં તે શરીર દાઝી ગયો હતો. અને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. જેમાં ગત શુક્રવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં આખરી મરણોત્તર નિવેદન આપેલ જેના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓ સામે 302 ની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ભીખીબેન રાવળ અને મદરૂભાઇ રાવળને પકડી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...