તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સળગતી પત્નીને બચાવવા જતાં પતિ પણ દાઝ્યો : બંનેના મોત

સળગતી પત્નીને બચાવવા જતાં પતિ પણ દાઝ્યો : બંનેના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાનજીકના આદિવાસી વિસ્તારના કાંસા ગામે ગુરુવારે રાત્રે સામાન્ય તકરારમાં પરિણીતાએ અગન પછેડી ઓઢી લીધી હતી. જેને બચાવવા જતાં તેનો પતિ પણ આગની લપેટમાં આવી ગયો હતો. દરમિયાન પત્નીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે પતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ દાંતા પોલીસને થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.આ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે

દાંતા આદિવાસી પંથકમાં અરેરાટી પ્રસરાવનાર ઘટનાની પ્રાપ્ત હકિકત મુજબ નજીકના કાંસા ગામે રહેતા જોરાભાઇ ભોજાભાઇ લૌર (ઉં.વ.39) અને તેની પત્ની લીલાબેન (ઉં.વ.38) ગુરુવારે રાત્રી દરમિયાન વરીયાળી વેચવા બાબતે બંને વચ્ચે બોલચાલ થઇ હતી.આથી લીલાબેનને લાગી આવતાં ઘરમાં પડેલ કેરોસીન લઈ શરીર ઉપર રેડી આગ લગાડી હતી. બેકાબુ આગમાં લપેટાયેલી પત્નીને બચાવવા જતાં જોરાભાઇ ભોજાભાઇ પણ આગની લપેટમાં આવી જવા પામ્યો હતો. બીજી બાજુ કાચા ખોરડામાં આગ બેકાબુ બનતાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો.

જ્યાં લીલાબેનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેણીના પતિ જોરાભાઇને સારવાર અર્થે તાતકાલિક પાલનપુર ખસેડાયા હતા. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.

અંગેની જાણ મૃત પરિણીતાના પિયરપક્ષે થતાં તેના પિયરિયાઓ પણ દોડી આવ્યા હતા. જ્યાં શુક્રવારે રાત્રે દાંતા પોલીસ મથકે ગૂનો નોંધાવતાં પીએસઆઈ કે. વાય. વ્યાસ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને લઈ ડીવાયએસપી તેમજ સીપીઆઇ પણ પોલીસ કુમક સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પરિસ્થિતિ ઉપર તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બંનેના મોતને લઈ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...