તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હાઇકોર્ટના ન્યાયાધીશે પાલનપુરની મુલાકાત લીધી

હાઇકોર્ટના ન્યાયાધીશે પાલનપુરની મુલાકાત લીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા |ડીસાના જૂનાડીસાની સરયુનગર પ્રા. શાળામાં રજાઓના માહોલનો લાભ લઇ કોઇ શખ્સે ટી.વી. અને ડી.વી.ડી. ચોરી લેતાં તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ચોરીની વિગત એવી છે કે, જૂનાડીસા સરયુનગર પ્રા. શાળામાં રવિવાર અને સોમવારે રજા હોઇ રવિવારે રાત્રી દરમિયાન કોઇ શખ્સે શાળાના આચાર્યની રૂમના દરવાજાનું તાળું તોડી અંદર પડેલ ટી.વી. અને ડી.વી.ડી. મળી કુલ રૂા. ચાર હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. સોમવારે શાળામાં રજા હોવા છતાં રૂમ ખુલ્લો જોઇ કોઇએ આચાર્યને જાણ કરતાં તેમણે તપાસ કરતાં ચોરીની જાણ થઇ હતી. જે અંગે આચાર્ય રહેમતખાન સમશેરખાન સમેજાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસાની સરયુનગર પ્રા. શાળા માંથી ટીવી, ડીવીડી ચોરાયાં

પાલનપુર |અમદાવાદ હાઇકોર્ટના ન્યાયાધીશ જયંત પટેલે સોમવારના રોજ પાલનપુર ઓબ્ઝરર્વેશન એન્ડ ચિલ્ડ્રન રૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં રહેતા બાળકો સાથે વાતચીત કરી સંસ્થા દ્વારા પુરતી ચીવટ રાખવામાં આવે છે કે કેમ તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ નારી સંરક્ષણ ગૃહ અને કોર્ટ સંકુલની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અશોકકુમાર જોષી, જિલ્લા પોલીસવડા ડી.બી. વાઘેલા, જિલ્લા સમાજ સુરક્ષા અિધકારી પી.એમ. નિનામા, જિલ્લા બાળ સુરક્ષા અિધકારી એન.વી. મેણાત, ઓબ્ઝરર્વેશન એન્ડ ચિલ્ડ્રન રૂમના અધિક્ષક મનીષભાઇ જોષી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઉ.ગુજરાત

ઉ.ગુજરાત

વાછડાદાદાની જગ્યા પાસે વિદેશીપક્ષીઓના ધામા

બેફામ ટ્રક અને ગાડી અથડાતાં લણવા ગામની યુવતીનું મોત

અંદરના પાને

ન્યૂઝ ઇન બોક્સ