બનાસના ધસમસતા પૂરમાં મરજીવો ઝઝૂમ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનપુરાગામમાં પૂરે ભારે તારાજી સર્જી છે. જોકે ગામમાં રહેતા એક બાહોશ તરવૈયા રમુભાઇ ભરવાડે પૂરના પ્રવાહ અચાનક ધસી આવ્યા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા ભારે જહેમત ઉઠાવી હતી અને ગામના બાળકો, મહિલાઓ સહિત 200 લોકોના જીવ બચાવ્યા હતા. જોકે, ભારે વહેણમાં બાવળના ઝાડમાં ફસાઇ ગયો અને યુવાનનું મોત થયું. યુવાનના મોતે આખા ગામને ભૂલી શકાય તેવો આઘાત પહોંચાડ્યો છે.

પૂરે ભારે વિનાશ વેર્યુ અનેક ગામો તબાહ થયા અનેક ખેતરો માટીના રણ બની ગયા હજારો પશુઓ મોતને ભેટ્યા-કુદરતની ક્રૂર થપાટ વચ્ચે એવીય જીંદગીઓ હતી. જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મુક્યા હતા. માનપુરા ગામમાં રહેતા રમુભાઇ ભરવાડે પૂરની રાતે લોકોને એક કહીને સતત સલામત સ્થળે ખસેડવાનું કામ કલાકો સુધી કર્યું હતું. જોકે સતત પાણી વધતા અને થાકના લીધે રમુભાઇ બાવળના ઝાડમાં ફસાઇ ગયા હતા અને તે બાવળમાંથી બહાર નીકળી શક્યો હતો. ગામલોકોને હતું કે તે હમણા પાછો આવશે. ગ્રામલોકોને 2 દિવસ બાદ રમુભાઇની લાશ રાધનપુર નજીકથી મળી હતી. મૃતકના મોટાભાઇએ જણાવ્યું કે, તેણે 200 લોકોના જીવ બચાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...