• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • કાંકરેજના નવાગામના પરિવારે મોતને પગ નીચે નિહાળી દહેશતમાં કલાકો વિતાવ્યા

કાંકરેજના નવાગામના પરિવારે મોતને પગ નીચે નિહાળી દહેશતમાં કલાકો વિતાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂરમાં બચી ગયેલા પરિવારે દર્દભરી આપવીતી સંભળાવી

બનાસકાંઠામાંપૂરે 62 જેટલા લોકોનો ભોગ લીધો છે ત્યારે મોતના મુખમાંથી બચી ગયેલા કાંકરેજના નવાગામના 15 સભ્યોએ દિવ્ય ભાસ્કરના પ્રિતિનિધિ અસમક્ષ આપવીતી વર્ણવી હતી.

‘‘ અમે લોકો ઘરમાં બેઠા હતા. તે વખતે કેનાલ તુટી ગઇ અને તેનું ધસમસતુ વહેણ બનાસનદીમાં પૂર સાથે અમારા ઘર તરફ ફંટાયુ અને અમે ઘરના તમામ 15 સભ્યો સીમેન્ટની 100 થેલીઓ પર કલાકો સુધી બેઠા રહ્યા અને પાણી ઓસરતા ભગવાનનો આભાર માન્યો…’’ શબ્દો છે નર્મદાની મેન કેનાલ જ્યાં તુટી છે તે નવા ગામ નજીક રહેતા મનુભાઇ ઠાકોરના. 24 મી ની રાત્રે બનાસનદી અને સિપુનદીના ભારે પ્રવાહ અને અતિભારે વરસાદે જે કહેર વરસાવ્યો તેનાથી આખાના આખા ગામ તબાહી થઇ ગયા નર્મદાની મેઇન કેનાલ પણ પુરની થપાટ સહન કરી શકી નહી ખારીયા ગામને તબાહ કરતુ પાણીનું વહેણ રૂણી ગામ સુધી પહોચ્યુ જ્યાં કેનાલ તોડીને માર્ગ બનાવ્યો. જગ્યાએથી ખારીયાના પરિવારનોની 17 લાશો મળી આવી હતી. કેનાલનો લગભગ એકથી દોઢ કિલોમીટરના વિસ્તાર સુધી રૂણી અને નવા ગામની સીમ વચ્ચે તોડી દેતા બનાસનદીનું વહેણ વહેચાઇ ગયું હતું. સ્થાનિક લોકોનું માની તો કેનાલ તુટી હોત તો પૂરના પાણીએ અનેક ગામોમાં તબાહીના દ્રશ્યો દેખાતા વધુ લોકોના મોત થતા. કેનાલ તોડીને પાણીએ રસ્તો કરતા અહી નવા ગામની સીમમાં રહેતો ઠાકોર પરિવારનો જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો. મનુભાઇએ પોતાના મકાન બનાવવા માટે નાની એવી ઉંચી જગ્યામાં તમામ 15 સભ્યો ગોઠવાઇ ગયા અને એકબીજાને કલાકો સુધી પકડીને પૂરના પાણીને પોતાના પગનીચેથી ધસમસતા પસાર થતા જોતા રહ્યા. દરેક લોકો મોતને જોયુ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

પૂરના ધસમસતા પાણીથી બચાવવા પરિવાર સીમેન્ટની 100 થેલીઓ પર ચઢી જતાં 15 લોકોનો જીવ બચી ગયો હતો.જેમાં નવા ગામ નજીક રહેતા મનુભાઇ ઠાકોરે આપવીતી સંભળાવી હતી. તસવીર-નરેશચૌહાણ

અન્ય સમાચારો પણ છે...