• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરના પ્રણવ મિસ્ત્રીએ સદભાવના ગ્રુપને 400 પૂરપીડિત પરિવારોને તાડપત્રી મોકલાવી

પાલનપુરના પ્રણવ મિસ્ત્રીએ સદભાવના ગ્રુપને 400 પૂરપીડિત પરિવારોને તાડપત્રી મોકલાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: બનાસકાંઠાનાપૂર પિડીતોને મૂળ પાલનપુર અને હાલ અમેરિકા સ્થિત પ્રણવ મિસ્ત્રીએ મદદ કરવા માટે 400 તાડપત્રી મોકલી છે.

અભિયાનના ભાગરૂપે ફેસબુક પર અપીલના સમર્થનમાં ગુજરાત અને દેશભરમાંથી ફૂડ પેકેટ બનાસકાંઠામાં મોકલાવ્યા. ત્યારબાદ મૂળ પાલનપુરી અને લેખક એવા સંજય ત્રિવેદીએ જનતાને મદદ કરવા લોકોને અપીલ કરતા વિડીયો સંદેશ લેવડાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ફરતા કર્યા હતા. 1000 પરિવારોને છત એટલે કે તાડપત્રી મળી રહે માટેનું અભિયાન સદભાવના ગ્રુપ દ્વારા ઉપાડવામાં આવ્યું છે. ત્યારે ફેસબુકના માધ્યમથી અપીલના સમર્થનમાં મૂળ પાલનપુરના અને હાલ અમેરિકા સ્થિત પ્રણવ મિસ્ત્રીએ 400 પરિવારોને તાડપત્રીરૂપે સીધી મદદ પાલનપુર સદભાવના ગ્રુપના હરેશ ચૌધરીને મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...