• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • રોટરી સેવાદળ ગઢના નવા પ્રમુખ મંત્રી નો પદગ્રહણ સમારંભ

રોટરી સેવાદળ ગઢના નવા પ્રમુખ-મંત્રી નો પદગ્રહણ સમારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ :પાલનપુર તાલુકાના ગઢ ખાતે રવિવારે જે.એન. ચેરીટેબલ હોસ્પિટલના હોલમાં રોટરી સેવાદળ ગઢનો વર્ષ 2017-18 નવીન પ્રમુખ-મંત્રીનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન રાજુભાઇ જોષી (માજી જિલ્લા પંચાયત પ્રમુખ) ના હસ્તે દિપ પ્રાગટ્ય કર્યા બાદ રોટરીના પ્રમુખ લક્ષ્મણભાઇ ચૌધરી અને વર્ષ દરમિયાન કરેલ કામગીરીનું વાંચન કરવામાં આ્વ્યું હતું. જ્યાં નવીન વરાયેલા પ્રમુખ હિતેશ સોની અને મંત્રી સુરેશભાઇ મોદીને રોટેરીયન ઈન્સટોલેશન ઓફીસર અશોકભાઈ ખંડેલવાલે શપથ લેવડાવ્યા હતાં.આ પ્રસંગે ગઢ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી અબ્દુલ મકરાણીનું તેમની ગૂમ થયેલા લોકોને ઈન્ટરનેટના માધ્યમથી શોધી પરિવાર સાથે મિલન કરાવવાની વિશિષ્ઠ કામગીરી બદલ પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...