• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • રૂપાણીએ કહ્યું, અહેમદ પટેલે પોતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસના ધારાસભ્યોને ફાઇવ સ્ટાર રિસોર્ટમાં

રૂપાણીએ કહ્યું, અહેમદ પટેલે પોતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસના ધારાસભ્યોને ફાઇવ સ્ટાર રિસોર્ટમાં રાખ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાજથી આખી સરકાર બનાસકાંઠામાં

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીઓ તેમજ કોંગ્રેસના અહેમદ પટેલ, અશોક ગેહલોત બનાસકાંઠામાં

પૂરપીડિતોની વેદના વચ્ચે ભાજપ-કોંગ્રેસનું રાજકારણ

અહેમદ પટેલનો પલટવાર, કહ્યું : સરકારના ડરથી અમારા ધારાસભ્યો મત વિસ્તાર છોડીને જતા રહ્યા

મુખ્યપ્રધાનેરવિવારે બનાસકાંઠાના પૂરપીડિતોની મુલાકાત લઇ પાલનપુર કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધીના પુત્ર પ્રેમને કોંગ્રેસની પડતી માટે જવાબદાર ગણાવ્યા હતા.

પાલનપુરમાં અધિકારીઓ અને સચિવો સાથેની રવિવારે મેરેથોન બેઠક પતાવ્યા બાદ વિજય રૂપાણીએ 22 મિનીટ સુધી પત્રકારો સાથે વાતચીત કરી પોતાનાં સમગ્ર પ્રવાસ અંગેની વિગતો આપી પૂરની વિગતવાર ચર્ચા કરી હતી. વિજય રૂપાણીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ સંદર્ભે કોંગ્રેસના રાજ્ય સભાના ઉમેદવાર અહેમદ પટેલને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ‘તેમને પોતાના સ્વાર્થ ખાતર ધારાસભ્યોને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખ્યા છે. પ્રકરણથી 40 ધારાસભ્યોનું ભાવિ અંધકારમય બની ગયું છે. પ્રજા તેમને સ્વિકારશે નહીં. ઉપરાંત રૂપાણીએ સોનિયા ગાંધીના પુત્ર પ્રેમને કોંગ્રેસની પડતી માટે જવાબદાર ગણાવ્યા હતા.

અસરગ્રસ્ત તાલુકાઓની કામગીરીની સમીક્ષા કરશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બનાસકાંઠા જિલ્લામાં પાંચ દિવસ સતત મોનટરીંગ રાખી જિલ્લાને ફરીથી ધબકતું કરવા જિલ્લામાં રાત્રિ રોકાણ કરશે. પાલનપુર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ નિવાસ કરી દિવસભર મંત્રીઓ સાથે સંપર્કમાં રહી અસરગ્રસ્ત તાલુકાઓની કામગીરીની સમીક્ષા કરશે. દરેક અસરગ્રસ્ત તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે. જે આગામી પાંચ દિવસ સુધી પોતાની કામગીરી કરશે. વિજય રૂપાણીએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘જિલ્લામાં આઠ હજારથી વધુ લોકોને બચાવી શકાયા છે. અસરગ્રસ્તોને ઝડપથી સહાય આપવા અને જિલ્લામાં પહેલા જેવી પરિસ્થિતિના નિર્માણ માટે મંત્રીઓ, સચિવો અને હું પાંચ દિવસ રોકાઇશ. તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં વિનાશક પૂરથી 562 રસ્તાઓ તૂટી ગયા હતા. જેમાંથી 290 રસ્તા ચાલુ કરવામાં આવ્યા છે. જે રસ્તા બંધ છે તે રસ્તાને રીપેર કરવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની જુદાજુદા 300 જેટલા એસટીના રૂટો બંધ છે. જેને શરૂ કરવા માર્ગોના રીપેરીંગની કાર્યવાહી જારી છે. પૂરના પ્રકોપ વખતે 602 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાં હવે માત્ર સાત ગામો એવા છે જ્યાં વીજ પુરવઠો બંધ છે.

અહેમદ પટેલે ધાનેરા, ચંડીસર, રામસણ અને થરાની મુલાકાત લીધી

રૂપાણીએ ખારિયા, થરા અને થરાદના નાગલા ગામની મુલાકાત લીધી

થરાદ તાલુકાના નાગલા ગામની મુલાકાત સમયે મુખ્યમંત્રીએ કહ્યું, પાંચ દિવસ માટે સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર બનાસકાંઠાથી ચાલશે, હું પણ અહીં રોકાઇશ.

આપણેસૌ સાથે મળી કુદરતી આફતનો મકકમ મુકાબલો કરી આફતને આશીર્વાદમાં પલટી નાખીએ.

આપણેસૌ એક થઇને સ્વચ્છતા અભિયાનનું કામ ખૂબ ઝડપથી કરીશું.

જેમનીજમીન ધોવાઇ છે, ઘર પડી ગયા છે અને પશુઓ મૃત્યુ પામ્યા છે, તેવા તમામ અસરગ્રસ્તોને પૂરતી સહાય આપવા સરકાર કટિબદ્ધ.

જોસરકારે તાત્કાલિક આગોતરાં પગલાં લીધા હોત તો મૃત્યુ આંકની કદાચ કલ્પના કરી શકાય તેટલો હોત.

કાંકરેજનાખારિયા, થરામાં મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્તોને આપત્તિના કપરા સમયમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્યો.

સરકારનીસમય સૂચકતાથી 8 હજાર કરતાં વધુ લોકોને બચાવી શકાયા છે.

અહેમદ પટેલ, અશોક ગેહલોતે જિલ્લાના પૂરપીડિતોની ખબર પૂછી હતી.

ચિંતાના કરો, સરકાર આપની સાથે છે |મુખ્યમંત્રી વિજય રૂપાણી ધાનેરામાં રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરીના નિરીક્ષણ માટે જતા પહેલા રેલ નદીના પુલ નીચે ઊભેલા ગ્રામજનો અસરગ્રસ્તોને મળવા કોન્વોય રોકીને ઉભા રહ્યા અને પુલ પરથી લોકોને હાથ હલાવી હુંફ અને સરકારનો સધિયારો આપ્યા હતા. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...