તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના અમરનાથ યાત્રાળુ સલામત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના 155 યાત્રિકો સાથે વહીવટીતંત્રએ ફોન પર વાત કરી, 24 સાથે સંપર્ક થઈ શક્યો

બનાસકાંઠા જિલ્લાના 179 શ્રધ્ધાળુઓ પણ માત્ર પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી મેડીકલ સર્ટિફીકેટ લઇ બારોબાર યાત્રાએ નીકળી ગયા હતા. તેમની સલામતી માટે જિલ્લા વહિવટીતંત્ર કામે લાગ્યું છે. અમરનાથયાત્રાએ ગયેલા યાત્રાળુઓ પર આતંકી હૂમલો થતાં જિલ્લાભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે બનાસકાંઠામાંથી અમરનાથયાત્રાએ ગયેલા યાત્રાળુઓની સલામતી માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, બનાસકાંઠાના એક પણ યાત્રાળુએ અમરનાથયાત્રાએ જવાની જાણ તંત્રને કરી નથી. જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માટે બનાસકાંઠાના 179 યાત્રાળુઓએ સર્ટિફિકેટ લીધા છે. જેને આધારે કલેકટર દિલીપ રાણાએ યાત્રાળુઓની માહિતી મેળવવા તંત્રને કામે લગાડ્યું હતું. જોકે યાત્રાળુઓએ અંગે તંત્રને જાણ કરી હોવાથી સિવિલ હોસ્પિટલની યાદીના આધારે તેમના સંપર્ક નંબર મેળવી સલામતીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમરનાથયાત્રાએ જતા પહેલા કલેકટરની કચેરીમાં તેની જાણ કરવી જરૂરી છે તેમ છતાં બનાસકાંઠાના યાત્રાળુઓ યાત્રાએ પહોંચી ગયા છે. ત્યારે આગામી સમયમાં વહીવટી તંત્ર મામલા ને ગંભીરતાથી લે જેથી કવાયત કરવાનો વારો આવે.

સાબરકાંઠાના 26 યાત્રિકો બાલતાલમાં ફસાયા

હિંમતનગર| અમરનાથયાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલ યાત્રીઓ ઉપર બાતેંગુ નજીક આતંકવાદીઓએ કરેલ હૂમલા બાદ સમગ્ર વિસ્તારોમાં હાઇએલર્ટ સ્થિતિ સર્જાયા બાદ અન્ય યાત્રીઓને બાલતાલ આર્મી કેમ્પ ખાતે રોકી દેવાયા છે. સુરક્ષા કારણોસર મંગળવારે પણ તેમને નીકળવાની પરમીશન આપવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના 18 યાત્રીઓ હાલ પૂરતા ફસાયા છે. યાત્રાળુઓની જધન્ય હત્યા કરવાને પગલે વાતો ને બદલે નક્કર કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોમાંં ભારોભાર રોષ પ્રર્વતી રહ્યો છે.

બે યાત્રિકોની આપવીતી, બાબાના દર્શન કરવા નિકળી ગયા અને તરત હુમલો થયો

પાલનપુરનાયોગેશભાઇ જયંતિલાલ મોદીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે અમરનાથથી મોબાઇલ પર વાત કરતા જણાવ્યું હતું કે ‘અમરનાથ યાત્રાએ પાલનપુરથી ચાર લોકોને જવાનું હતું. પરંતુ બે લોકો કોઇ કારણસર આવી શક્યા અને હું અને મારી પત્ની શોભનાબેન 9 તારીખે અમદાવાદથી પ્લેનમાં શ્રીનગર આવ્યા હતા. અમારું બુકીંગ 11 તારીખે હોવાથી બાબાના દર્શન કરી મંગળવારે હેમખેમ બાલતાલ આવી પહોંચ્યા હતા. જો કે, હુમલો થયો એના પહેલા અમે બાબાના દર્શન કરવા નિકળી ગયા હતા.

યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વધારાઇ

અનંતનાગમાંઅમરનાથ યાત્રિઓ ઉપર આતંકી હૂમલાને પગલે અંબાજીમાં સુરક્ષા વધારાઇ છે. અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરે જણાવ્યું હતું કે, યાત્રાધામ અંબાજીમાં મંદિરની સુરક્ષા વધારાઇ છે. જેમાં બીએસએફના જવાનો, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા ઉપરાંત ચેકીંગ થઇ રહ્યું છે.’

24 યાત્રિકોના મોબાઈલ બંધ આવતા સંપર્ક ચાલુ

જિલ્લાકલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે ‘બનાસકાંઠાના તમામ યાત્રી સહી સલામત છે.179 યાત્રિકોના સિવિલમાં રજિસ્ટ્રેશન થયા હતા જેને આધારે 155 યાત્રિકો સાથે ટેલિફોનિક વાત થઇ છે. જ્યારે 41 યાત્રિકો યાત્રા કરી પરત આવ્યા છે. જ્યારે 73 યાત્રિકો હવે યાત્રા કરવા જશે. જ્યારે 24 યાત્રિકોના મોબાઈલ બંધ આવતા સંપર્ક ચાલુ છે.’

અન્ય સમાચારો પણ છે...