• Gujarati News
  • છાપીમાં તોલમાપ વિભાગની તપાસમાં આઠ વેપારી દંડાયા

છાપીમાં તોલમાપ વિભાગની તપાસમાં આઠ વેપારી દંડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામતાલુકાના મુખ્ય વેપારી મથક છાપી ખાતે શુક્રવારે પાલનપુરની કાનૂની માપ વિજ્ઞાન નિયંત્રક કચેરી દ્વારા અચાનક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20થી 25 વેપારીઓને ત્યાં ચકાસણી દરમિયાન વિવિધ ક્ષતિઓ જણાતાં દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલનપુરના મદદનીશ નિયંત્રક એન. એમ. રાઠોડના માર્ગદર્શનમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગના જે.એલ. વાડીયા તેમજ વી.વી. ચૌધરીની ટીમ દ્વારા છાપી ખાતે શુક્રવારે અચાનક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પચ્ચીસ જેટલા વેપારીઓને ત્યાં તપાસણી કરતાં તે પૈકી આઠ વેપારીઓની દુકાનોમાં વિવિધ ઉત્પાદનોનાં પેકીંગ પર એમ.આર.પી. છાપેલી હોવાનું, વજનમાં ઓછું જણાયું હોય તેવી વિવિધ ક્ષતિઓ જણાઇ આવતાં સ્થળ ઉપર રૂ.13,500નો દંડ વસૂલાયો હતો.