• Gujarati News
  • ડીસા બસ સ્ટેન્ડના પંખા બંધ, બસો રદ

ડીસા બસ સ્ટેન્ડના પંખા બંધ, બસો રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળોહવે આકરો થવા માંડ્યો છે. ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાઇ રહ્યો છે. ત્યારે ડીસા બસ સ્ટેશન ખાતે નાંખવામાં આવેલા પંખાઓ બંધ હાલતમાં છે. જેથી ગરમીથી મુસાફરો ત્રાસી ગયા છે. બીજીતરફ દાંતીવાડા ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બસો મોકલી દેવાતાં દિવસભર અનેક મુસાફરો અટવાઇ ગયા હતા.

લાખોના ખર્ચે બનાવેલા ડીસાના અદ્યતન બસ સ્ટેન્ડમાંથી મુસાફરોની સુવિધાઓમાં દિવસે-દિવસે ઘટાડો થઇ રહ્યો છે. બસ સ્ટેશનમાં નાંખવામાં આવેલા અંદાજે વીસથી વધુ પંખાઓ આજે પણ બંધ સ્થિતિમાં છે. ક્યાંક પંખા પણ નથી રહ્યા. પંખાનું મેઇન્ટેનન્સ થવાથી ખરાબ સ્થિતિમાં છે. પંખીઓના માળાઓ થઇ ગયા છે. હવે ઉનાળો શરૂ થઇ ગયો છે. ત્યારે ગરમીથી ત્રાહિમામ્ પોકારી રહેલા મુસાફરોને પંખાની કોઇ સુિવધા મળી રહી નથી. જ્યારે શુક્રવારે દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી-જતી ડીસા, પાલનપુર સહિત જિલ્લાના કેટલાક એસ.ટી. ડેપોની બસોની ટ્રીપ રદ કરી દેવામાં આવી હતી. જેથી હજારો મુસાફરો વહેલી સવારેથી દિવસભર અટવાઇ ગયા હતા અને હાલાકી ભોગવવી પડી હતી.

એક તરફ ગરમી અને બીજી તરફ બસો મળતાં લોકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે પરિસ્થિતનો લાભ ખાનગી વાહનચાલકોએ લીધો હતો. કંટાળેલા મુસાફરોએ છેવટે ખાનગી વાહનોમાં મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને તડાકો પડી ગયો હતો. સરકારી કાર્યક્રમ દરમિયાન અા રીતે અનેકવાર બસની ટ્રીપો રદ કરી દેવાતાં મુસાફરોને વારંવાર હાલાકી ભોગવવી પડે છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમના કારણે બસોના રૂટ રદ કરી દેવાતાં બનાસકાંઠાના દરેક બસ સ્ટેન્ડોમાં અનેક મુસાફરો અટવાઇ ગયા હતા. જ્યારે ડીસા બસ સ્ટેશનમાં પંખા બંધ હોઈ ગરમીથી મુસાફરો ત્રાસી ગયા છે. /ભાસ્કર