• Gujarati News
  • વડગામના ઘોડીયાળમાં વેપારી પર ધોળાદહાડે જીવલેણ હુમલો

વડગામના ઘોડીયાળમાં વેપારી પર ધોળાદહાડે જીવલેણ હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામતાલુકાના ઘોડીયાળ ગામના એક વેપારી શુક્રવારે બપોરના સુમારે પોતાની શોર્ટ ડીઆઇ જીપ લઇને પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં ઇન્ડીકા કારમાં આવેલા ત્રણ શખ્સોએ અગમ્યકારણોસર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

વડગામ તાલુકાના ઘોડીયાળ ખાતે કરીયાણાની દુકાન ધરાવતાં જયંતિભાઇ દલસાભાઇ પ્રજાપતિ (45) શુક્રવારે તેમની શોર્ટ ડીઆઇ જીપ નં.જી. જે. 8.આર. 2496 લઇ પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં ઇન્ડિકા કારમાં આવેલા ગામના ત્રણ શખ્સોએ અગમ્યકારણોસર જીપને આંતરી હતી. અને જયંતિભાઇ ઉપર ધારીયા તેમજ પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહિલુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

નાણાંનીઉઘરાણીમાં હુમલો કરાયાની ચર્ચા

ઘોડીયાળગામે વેપારી ઉપર હુમલો કરનારા શખ્સો નાણાંના ધીરધારનો વ્યવસાય કરે છે. જેમણે અગાઉની ઉઘરાણીમાં વેપારીને મારમાર્યો હોવાની ચર્ચાઓ થઇ રહી હતી.

ઘાયલ વેપારીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. /ભાસ્કર