• Gujarati News
  • પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસનું 2160 પોસ્ટ બ્રાન્ચો સાથે જોડાણ

પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસનું 2160 પોસ્ટ બ્રાન્ચો સાથે જોડાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની2160 પોસ્ટ ઓફિસોને સીબીએસ (કોર બેકિંગ સોલ્યુશન) બ્રાન્ચો બનાવવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં પ્રથમ એવી પાલનપુર હેડપોસ્ટ ઓફીસને સીબીએસ બ્રાન્ચ બનાવી દેશની 2160 બ્રાન્ચો સાથે જોડી દેવાઇ છે. જેની શુક્રવારે પાલનપુર હેડપોસ્ટ ઓફીસ ખાતે લોકાર્પણ વિધિ યોજાઇ હતી.

પાલનપુર હેડપોસ્ટ ઓફિસને સીબીએસ બ્રાન્ચ બનાવાતા શુક્રવારે બનાસકાંઠા પોસ્ટ સુપ્રિટેન્ડન્ટ વી.કે. દરજીએ રીબીન કાપી બ્રાન્ચનું લોકાર્પણ કર્યું હતું. પ્રસંગે આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ આર.એ. ગોસ્વામી અને પાલનપુર હેડપોસ્ટ માસ્ટર ડી.આર. સુથાર સહિત અનેક પોસ્ટ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાલનપુરની હેડપોસ્ટ ઓફિસને જિલ્લાની પ્રથમ સીબીએસ બ્રાન્ચ તરીકે શુક્રવારે લોકાર્પણ કરાયું હતું. - રણજીતસિંહ હડિયોલ