તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી..ના સુત્રોચ્ચારથી કોગ્રેંસે ભવન ગજવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી..ના સુત્રોચ્ચારથી કોગ્રેંસે ભવન ગજવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાપંચાયતની બજેટ બેઠક શનિવારે બપોરે બે વાગે સભાખંડમાં યોજાઇ હતી. જેમાં રૂપિયા 6.98 કરોડની પુરાંતવાળુ બજેટ બહુમતીએ પસાર કરાયું હતુ. વિપક્ષે કોપી પેસ્ટવાળુ અને નિરસ બજેટ તેમજ ગોલમાલવાળુ બજેટ ગણાવીને તેની હોળી કરી હતી. તેમજ ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી... નહી ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા.

જિલ્લા પંચાયતની બજેટ બેઠક શનિવારે પંચાયતના પ્રમુખ દિનેશ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. પ્રમુખે રૂપિયા 6,98,73,600ની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ હતુ. જેનો કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન કરેણ અને યાશીન બંગલાવાલાએ બજેટ કોપી-પેસ્ટવાળુ ગણાવ્યું હતુ. માર્ગ અને મકાન વિભાગની 129 મંજુર જગ્યાઓ સામે 109 જગ્યાઓ ખાલી છે. માત્ર 20 કારકુનથી કામગીરી ચાલી રહી છે. તેમણે આરોગ્ય, શિક્ષણના પ્રશ્નો ઉઠાવીને ખાલી જગ્યાઓથી વહીવટ કથળી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસના સદસ્ય રવિરાજ ગઢવીએ બજેટમાં ખેતીવાડી ક્ષેત્રમાં કરેલી જોગવાઇ સામે પ્રમુખની ચેમ્બરના રિનોવેશનનો ખર્ચ તેટલો મુકાયો તે યોગ્ય નથી. કોંગ્રેસના તમામ સભ્યોએ બજેટને 31 માર્ચ પહેલા સુધારો કરીને ફરીથી રજુ કરવા માંગ કરી હતી. ભાજપના શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાજી પટેલે પાણીનો લોટો બજેટની હોળી ઉપર નાંખતા ઘર્ષણ થયું હતુ.

શાળાઓમાં સફાઇ માટે ગ્રાન્ટ અપાય છે. તેવા વિભાગના પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના સદસ્ય પોપટજી દેલવાડીયાએ બાળકોને સાવરણા પકડાવાય છે. વાતનો વિભાગ દ્વારા ઇન્કાર કરાતાં તો શુ મારો બાપ સફાઇ કરવા આવે છે તેમ જણાવતાં હાસ્ય સાથે ઉત્તેજના પણ પ્રસરી હતી.

NAમંજુરીમાં ભ્રષ્ટાચાર

બજેટમાંરહેલી ખામીઓ અને જોગવાઇ તેમજ અનુદાનના રૂ. 51 કરોડ પરત ગયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના સંતોષકારક જવાબ મળ્યા નથી.ભાજપના સભ્યએ એન. એ.ની કામગીરી અંગે પ્રશ્ન રજુ કર્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર થાય છે.:- લક્ષ્મીબેનકરેણ (વિપક્ષ નેતા, કોંગ્રેસ)

કયા ક્ષેત્રે કઇ જોગવાઇઓ

1.બાંધકામક્ષેત્ર :- રૂ.60.50 લાખ

2.વિકાસ -પંચાયત ક્ષેત્ર :- રૂ.8.85 લાખ

3.શિક્ષણ ક્ષેત્ર :- રૂ.11.50 લાખ

4.સમાજકલ્યાણ ક્ષેત્ર :- રૂ.9.35 લાખ

5.આરોગ્ય ક્ષેત્ર :- રૂ. 3.75 લાખ

6. ખેતીવાડી ક્ષેત્ર :- રૂ.8 લાખ

7.પશુપાલનક્ષેત્ર :- રૂ.3.50 લાખ

8.સિંચાઇક્ષેત્ર :- રૂ.5 લાખ

જિલ્લા પંચાયતની બજેટ બેઠક શનિવારે સભાખંડમાં યોજાઇ હતી. જેમાં નિરસ બજેટનો આક્ષેપ કરી વિપક્ષે હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો