તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 માસની તપાસ બાદ પોલીસે કાર્યવાહી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંનવ માસ અગાઉ પ્રસુતિ દરમિયાન એક પરણિતાનું મોત નિપજ્યું હતુ. જેમાં તબીબોની બેદકારી હોવા અંગે મૃતકના પતિએ પૂર્વ પોલીસ મથકે અરજી કરી હતી. જેની તપાસ બાદ શુક્રવારે ત્રણ તબીબો સામે પોલીસે ગૂનો નોંધતાં ચકચાર મચી જવા પામી છે.

પાલનપુરની કંકાવટીપાર્ક સોસાયટીમાં રહેતા અને મુળ વડગામ તાલુકાના વેંસા ગામના જગદીશકુમાર રામજીભાઇ પ્રજાપતિની પત્ની રમીલાબેનને 9 મે 2016ના રોજ પ્રસુતિ માટે પાલનપુર લાવવામાં આવ્યા હતા. જેમને શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી વુમન એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, પ્રસુતી દરમિયાન રમીલાબેનનું મોત નિપજ્યું હતુ. તબીબની બેદરકારીથી રમીલાબેનનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે પૂર્વ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન શુક્રવારે પૂર્વ પોલીસ મથકમાં ત્રણ તબીબો સામે ગૂનો નોંધવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રસુતાનું મોતની તપાસ ચાલુ છે

તબીબોનીકઇ બેદરકારીથી પ્રસુતાનું મોત નિપજ્યું તેની તપાસ ચાલુ કરી છે.:- ડી.યુ. બારડ (પીઆઇ, પશ્વિમ પોલીસ મથક)

કયા તબીબ સામે ગૂનો નોંધાયો

1.ડો.ભાવેશ એમ. નાયક (પાર્થ વુમન એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ, પાલનપુર)

2.ડો. પી. જી. પટેલ (મીતા હોસ્પિટલ, પાલનપુર)

3.ડો. પ્રશાંત ડી. શાહ (એનેસ્થેસીયા, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો