તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરસબ જેલમાંથી આરોપીઓને દિયોદર કોર્ટમાં પોલીસની કેદી પાર્ટી વાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરસબ જેલમાંથી આરોપીઓને દિયોદર કોર્ટમાં પોલીસની કેદી પાર્ટી વાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુરસબ જેલમાંથી આરોપીઓને દિયોદર કોર્ટમાં પોલીસની કેદી પાર્ટી વાન ડીસા-ભીલડી હાઇવે પર ભીલડી નજીક શનિવારે પલટી ખાઇ જતાં પોલીસ કર્મી અને 5 આરોપીઓને ઇજા થતાં ડીસા સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા.

પાલનપુર સબજેલમાંથી આરોપીઓને લઇ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની કેદી પાર્ટી વાન નં. જીજે-08-જી-9563 શનિવારે પાલનપુરથી દિયોદર કોર્ટમાં જઇ રહી હતી. દરમિયાન ભીલડી નજીક સિલસિલા હોટલ પાસે આગળ જતાં એક્ટીવાને બચાવવા જતાં વાન અચાનક પલટી ખાઇ જતાં અંદર બેઠેલ પોલીસ કર્મીઓ તેમજ કોર્ટમાં રજૂ કરવા લઇ જવાતા આરોપીઓને વધતી-ઓછી ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને ભીલડી મર્કેન્ટાઇલ બેન્કની એમ્બ્યુલન્સ અને 108 વાનમાં ડીસા સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. ઘટનાની જાણ થતાં ડીસા ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા પણ ડીસા સિવિલમાં દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ડીસા આપ્યા બાદ ક્રમશ: પાલનપુર લઇ જવાયા હતા. ભીલડી પોલીસ મથકે અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો