તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • માનવભક્ષી મૃત રીંછ સાથે સેલ્ફી મુદ્દે પાલનપુરના Dyspને તપાસ સોંપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવભક્ષી મૃત રીંછ સાથે સેલ્ફી મુદ્દે પાલનપુરના Dyspને તપાસ સોંપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવાદ | દાંતાના જંગલમાં રીંછ સાથે સુરક્ષા કર્મચારીઓએ સેલ્ફી લીધી\\\'તી

દાંતાનાકાંસામાં માનવભક્ષી રીંછને મોતને ઘાટ ઉતારવાની ઘટના બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા લેવાયેલી સેલ્ફીનો મુદ્દો વિવાદીત બન્યો છે. અંગે જિલ્લા પોલીસવડા દ્વારા તપાસ પણ સોંપાઇ છે. જોકે, મૃત પશુ સાથે સેલ્ફી લેવી તેવો વનવિભાગના કાયદામાં કોઇ ગૂનો બનતો હોવાનું ડીએફઓએ જણાવ્યું હતુ.

દાંતા તાલુકાના કાંસાના ડુંગરમાં બે આદિવાસી યુવકો અને એક વનવિભાગના કર્મચારીને મોતને ઘાટ ઉતારનાર નરભક્ષી રીંછને એકે47ની ગોળીઓથી મારી નાંખવામાં આવ્યું હતુ. જોકે, તે બાદ સુરક્ષા કર્મચારીઓએ મૃતક રીંછની સાથે સેલ્ફી લીધી હતી. જે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ઉદ્દભવવા પામ્યો હતો. અંગે રજૂઆતો કરવામાં આવતાં જિલ્લા પોલીસવડા નિરજ બડગૂજર દ્વારા ડીવાયએસપીને તપાસ સોંપી છે. જોકે, અંગે બનાસકાંઠા જિલ્લા વનઅધિકારી આઇ. કે. બારડે જણાવ્યું હતુ કે, વનવિભાગના કાયદામાં મૃત પશુ સાથે સેલ્ફી લેવી તે ગૂનો બનતો નથી. જોકે, તેને અમાનવીય કૃત્ય કહી શકાય. મૃત રીંછનો પીએમ રીપોર્ટ હજુ આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેટરનરી તબીબોની ટીમ અત્યારે પીએમ રીપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. જ્યારે મૃત રીંછના નખ ઉપર માણસના લોહી ડાઘ, તેમજ માથાના વાળને એફએસએલમાં મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. જેનો રિપોર્ટ આવતા થોડો સમય થશે. પરંતુ રીંછના મોત અંગેની સમગ્ર ઘટના ભારે ચર્ચાસ્પદ બની ગઇ છે.

આદમખોર રીંછને બંદૂકની ગોળીએ ઠાર મરાયા બાદ તેની ઉપર બેસીને લેવાયેલી તસવીર વારલ થતાં વિવાદ થયો હતો.

મૃત પશુ સાથે સેલ્ફી લેવી અમાનવીય કૃત્ય કહી શકાય, ગુનો બનતો નથી : ડીએફઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો