તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના સમાચારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના સમાચારો

રાહ | થરાદતાલુકાના લુવાણા (કળશ) ગામે ક્લેશર માતાજીના મંદિરે શીતળા સાતમને રવિવારે મેળો ભરાશે. જે રવિવારથી માંડી મંગળવાર સુધી એમ ત્રણ દિવસ મેળો ભરાશે. દર વર્ષે બે દિવસ હોય છે પરંતુ વર્ષે બે તિથિ હોઇ 3 દિવસ સુધી મેળો યોજાશે.

થરાદના લુવાણા (કળશ)માં શીતળા સાતમનો મેળો ભરાશે

ગઢ | પાલનપુરતાલુકાના ગઢમાં આજુબાજુના ત્રીસ ગામોના લોકો ધંધા-રોજગાર અને અન્ય સરકારી કચેરીઓ હોવાથી અહીં આવે છે. પરંતુ ગામના મુખ્ય પ્રવેશદ્વાર સમા ત્રણ રસ્તાથી ગઢ ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર ઠેર-ઠેર ગાબડાં પડી જતાં માર્ગ બિસ્માર બની ગયો છે. ઘણી વખત નાના વાહનચાલકો તેમજ ટુ વ્હીલર વાહનચાલકોના નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેથી સત્વરે બિસ્માર માર્ગનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે એવી ગઢના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

ગઢના ત્રણ રસ્તાથી ગામને જોડતા મુખ્ય માર્ગ પર ગાબડાં

થરાદ | થરાદનીસરકારી વિનયન અને વાણિજય કૉલેજમાં ઉદિશા-પ્લેસમેન્ટ સેલ અંતર્ગત યોજાયેલા કેમ્પમાં માર્ગદર્શક ડૉ.ભાવિક પંચાસરા અને ડૉ. બિપિન ચૌધરીએ કૉમ્યુનિકેશન સ્કીલ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે મોક ઇન્ટરવ્યુમાં કોલેજના બી.એ., બી.કોમ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય અને તમામ અધ્યાપકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ઉદિશા-પ્લેસમેન્ટ સેલ અંતર્ગત તમામ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન આચાર્ય ડૉ. ભરતભાઈ કણઝરીયાના માર્ગદર્શનમાં ડૉ. બિપિન ચૌધરીએ કર્યું હતું.

થરાદની સરકારી કોલેજમાં કૉમ્યુ. સ્કીલ અંગે માર્ગદર્શન

બુકોલી | કાંકરેજતાલુકાની પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસના વિષયને આવરી લઇ બાળકોનું જ્ઞાન તેમજ તર્ક-શક્તિનો વધારો થાય તે ઉદ્દેશ્યથી ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરા્યું હતું. જેમાં આચાર્ય અમીતભાઇ દેસાઇ, ક્વીઝના કન્વીનર મુક્તાર અલીભટ્ટ તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ ક્વીઝમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ નેપચ્યુન ટીમને વિજેતા જાહેર કરાઇ હતી.

બુકોલી પગાર કેન્દ્ર શાળામાં ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો